Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: AMCની સોસાયટી-કોમ્પલેક્ષને લઇને મોટો નિર્ણય, કોવિડ કો-ઓર્ડીનેટરની કામગીરી સોંપવામાં આવી

અમદાવાદમાં વધતા કોરોનાના કેસને લઇને મહાનગર પાલિકાનું વહિવટી તંત્ર એકશનમાં આવ્યું છે.

અમદાવાદ: AMCની સોસાયટી-કોમ્પલેક્ષને લઇને મોટો નિર્ણય, કોવિડ કો-ઓર્ડીનેટરની કામગીરી સોંપવામાં આવી
X

અમદાવાદમાં વધતા કોરોનાના કેસને લઇને મહાનગર પાલિકાનું વહિવટી તંત્ર એકશનમાં આવ્યું છે. મહાનગર પાલિકાએ ફરી કોવિડ કો-ઓર્ડીનેટરની કામગીરી સોંપી છે. અમદાવાદના તમામ સોસાયટી ,ફ્લેટ,કોમ્પલેક્ષના ચેરમેનને સૂચના આપવામાં આવી છે

નિમાયેલા કોઓર્ડીનેટર ગાઇડલાઇનનું કરાવવું પાલન કરાવવું પડશે.આ ઉપરાંત, વેક્સિનેશન સર્ટિ તપાસવા, ચેકિંગમાં સહકાર આપવા કામગીરી કરવી પડશે તેવું પણ ઠરાવ્યું છે. તો શહેરમાં નવા માઇક્રો કન્ટેનમેન્ટ માં પણ વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં નવા 23 જેટલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા કુલ 108 જેટલા કન્ટેન્ટ મેન્ટ ઝોન થયા છે. ગુરુવારથી હાઉસ-ટૂ-હાઉસ સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવશે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા છે.AMTS અને BRTS હવે 50 ટકા ક્ષમતા સાથે ચાલશે તેવો નિર્ણય મળેલી બેઠકમાં કરવામાં આવ્યો છે. ગઈકાલે અમદાવાદ જિલ્લામાં 1314 કોરોનાના કેસ નોંધાયા હતા જેમાંથી શહેરમાં 1290 કેસ એકી સાથે સામે આવતા તંત્ર હવે સાબદું થઈ ગયું છે. આગામી દિવસોમાં વધારે પ્રતિબંધ લગાવવા AMC તૈયારી કરી રહ્યું છે

Next Story