Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નશા માટે કફ શિરપનું વેચાણ કરતો શખ્સ ઝડપાયા, વાંચો કેવી રીતે ચલાવતો હતો વેપલો..!

રાજ્યમાં દારૂ, ડ્રગ્સ, પંચરની ટ્યુબના નશાની સાથે હવે કફ શિરપના નશાનું પણ ચલણ વધ્યું છે,

અમદાવાદ : નશા માટે કફ શિરપનું વેચાણ કરતો શખ્સ ઝડપાયા, વાંચો કેવી રીતે ચલાવતો હતો વેપલો..!
X

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નશા માટે કફ શિરપનું વેચાણ કરતા 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બન્ને આરોપી શહેરના અલગ અલગ વિસ્તારમાં કફ શિરપનું વેચાણ કરતા હતા, ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી 83 જેટલી કફ શિરપ બોટલ જપ્ત કરી છે. રાજ્યમાં દારૂ, ડ્રગ્સ, પંચરની ટ્યુબના નશાની સાથે હવે કફ શિરપના નશાનું પણ ચલણ વધ્યું છે, ત્યારે અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ગિરફ્તમાં આવેલ આરોપી જીગ્નેશ રાણા અને પ્રકાશ ચૌહાણ બન્ને રીક્ષા ચલાવવાનો ધંધો કરતા હતા.

આ દરમ્યાન તેમને કફ શિરપનોનો નશો કરવાની ટેવ પડી હતી. ડ્રાઇવિંગમાં ધંધામાં વધારે રૂપિયા કમાતા ન હોય, જેથી ઝડપથી વધુ પૈસા કમાવા માટે કફ સીરપની બોટલનું વેચાણ શરૂ કર્યું હતું. જેના બદલામાં તેમને વધારે પૈસા મળતા હતા. આરોપી જીગ્નેશ રાણા અને પ્રકાશ ચૌહાણની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જીગ્નેશ રાણા અને પ્રકાશ ચૌહાણ બહેરામપુરામાં રહેતા સઈદ અહેમદના સંપર્કમાં આવ્યા હતા. સઈદ અહેમદ બહેરામપુરા પીરાણા રોડ ઉપર બીનઅધિકૃત રીતે કફ શિરપ વેચાણ કરતો હતો.

સઈદ અહેમદ પાસેથી જીગ્નેશ રાણા અને પ્રકાશ ચૌહાણ કફ શિરપની બોટલ ખરીદી કરી નશો કરતા હતા. સઈદને કફ શિરપના વેચાણ માટે માણસોની જરૂર હોવાથી પ્રકાશ અને જીગ્નેશને મજૂરીએ રાખ્યા હતા. બન્નેને કફ શિરપની બોટલો ગણીને સઈદ વેચાણ કરવા આપતો હતો. બોટલ વેચાણ બાદ બન્ને નાણાં સઈદ અહેમદને જમા કરાવતા હતા. કફ શિરફના વેચાણના બદલામાં સઈદ બન્નેને કફ શિરફની બોટલ પીવા આપતો અને એક દિવસના 400 રૂપિયા મજૂરી આપતો હતો. આમ શહેરમાં નશા માટે કફ શિરફનું વેચાણ વધી રહ્યું છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સઈદ અહેમદની ધરપકડ માટેની કવાયત હાથ ધરી છે. સાથે કફ શિરફનું વેચાણ કોને કરતા હતા તેની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Next Story