Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું શોભાના ગાંઠિયા સમાન..!

અમદાવાદના રિવરફ્રન્ટ વેસ્ટ ખાતે AMC દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે.

અમદાવાદ : કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું શોભાના ગાંઠિયા સમાન..!
X

અમદાવાદના રિવરફ્રન્ટ વેસ્ટ ખાતે AMC દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું છેલ્લા 5 મહિનાથી લોકાર્પણ નહીં કરાતા ધૂળ ખાય રહ્યું છે.

અમદાવાદના રિવરફ્રન્ટ વેસ્ટ પર 27 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે. જોકે, છેલ્લા 5 મહિનાથી તૈયાર થયેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હાલ ધૂળ ખાય રહ્યું છે. સરકાર ફિટ ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ ફિટ રહેવા માટે તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખુલ્લો મુકવા માટે નેતાઓ પાસે સમય નથી. શહેરના એનઆઇડી પાછળ રિવરફ્રન્ટ પર 45 હજાર ચોરસ મીટર એરિયામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે. ઓપન એરિયા મલ્ટીપલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 4 ક્રિકેટ પિચ, 5 ટેનિસ કોટ, 4 મલ્ટીપલ સ્પોર્ટ્સ કોર્ટ, સ્કેટિંગ રિંગ, સ્કેટ બોર્ડિંગ, 800 મીટર જોગિંગ ટ્રેક, ઇન્ટર્નલ રોડ અને પાર્કિંગની વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવ્યું છે. રમતોના આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે. જોકે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંચાલન અને ફીને લઈને AMC દ્વારા હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Next Story