Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા ગયેલા મહિલા પાંચ વર્ષ બાદ ઝડપાય,વાંચો શું થઈ કાર્યવાહી

પાંચ વર્ષ બાદ નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવેલી મહિલા પકડાઈ છે. મહેસાણાની મહિલા ઇમિગ્રેશન ચેકીંગમાં પકડાઈ અને આધાર કાર્ડ દ્વારા ભાંડો બહાર આવ્યો હતો.

અમદાવાદ: નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા ગયેલા મહિલા પાંચ વર્ષ બાદ ઝડપાય,વાંચો શું થઈ કાર્યવાહી
X

પાંચ વર્ષ બાદ નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવેલી મહિલા પકડાઈ છે. મહેસાણાની મહિલા ઇમિગ્રેશન ચેકીંગમાં પકડાઈ અને આધાર કાર્ડ દ્વારા ભાંડો બહાર આવ્યો હતો. જેમાં મુંબઈની મહિલાના પાસપોર્ટમાં પોતાનો ફોટો ચોંટાડી પાસપોર્ટમાં ચેડાં કર્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં એરપોર્ટ પર ઓસ્ટ્રેલીયા થી ૫ વર્ષ બાદ પરત આવેલ મહિલા ઈમિગ્રેશન ચેકિંગમાં પકડાઈ ગઈ છે. આખો ભાંડો આધારકાર્ડના કારણે ફૂટ્યો છે ત્યારે એસઓજી ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી છે. જેમાં મહિલા મુંબઈની એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા ગઈ હોવાનું સામે આવ્યું છે. એસઓજીની ગીરફતમાં આવેલ મહિલાનું નામ ભારતી જયેશ પટેલ છે. તે મૂળ મહેસાણા ગામના સાંથલ ના રહેવાસી છે. આજથી પાંચ વર્ષ પહેલાં મહિલા મુંબઈના એક એજન્ટ મારફતેથી મહિલા અને તેનો પતિ 35 લાખ રૂપિયામાં નકલી પાસપોર્ટના આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા. પાંચ વર્ષ બાદ મહિલા અમદાવાદ આવી હતી, જ્યાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલા ફ્લાઈટમાં શંકાસ્પદ જણાતા તેનો પાસપોર્ટની હિસ્ટ્રી ચેક કરવામાં આવી હતી, જેમાં પેસેન્જર મહિલાનું નામ રૂહી મુસફર રાજપકર અને મુંબઈ નું એડ્રેસ લખેલું હતું. જ્યારે તેનું આધારકાર્ડ ચેક કરતા તેમાં પેસેન્જર નું નામ ભારતી પટેલ હોવાનું જાણવા મળ્યું હતું.

જે બાદ પૂછપરછ કરતાં મહિલા આરોપીએ કબૂલ્યું હતું કે, તે નકલી પાસપોર્ટ આધારે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. પકડાયેલ મહિલા ભારતી પટેલની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મહિલાનો પતિ જયેશ પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. દંપતિને બે બાળકો છે, જે પોતાના વતન મહેસાણામાં છે. પરંતુ પટેલ દંપતી છેલ્લા પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયા રહેતા હોવાથી બાળકોને મળી શક્યા ન હોવાથી ખાસ અમદાવાદ મળવા આવી હતી. આરોપી મહિલા ભારતીનું કહેવું છે કે, તે મુંબઈના એક એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા ગયા હતા. જેમણે મુસ્લિમ દંપતી વાળુ નકલી પાસપોર્ટ બનાવી ઓસ્ટ્રેલિયા મોકલ્યા હતા. જોકે, વિઝીટર વિઝા આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા જે બાદ ત્યાં રોકાઈ ગયા હતા. નકલી પાસપોર્ટ ના આધારે પટેલ દંપતી ઓસ્ટ્રેલિયા જતા રહ્યા હતા અને મહિલા ઓસ્ટ્રેલિયાથી પરત ભારતમાં આવી હતી. આમ, એરપોર્ટ થી લઈ ઇમિગ્રેશન વિભાગની મોટી બેદરકારી સામે આવી છે, ત્યારે હાલ દંપતીના નકલી પાસપોર્ટ બનાવનાર મુંબઈ એજન્ટની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ મહિલાના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Next Story