Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: આમ આદમી પાર્ટીએ ખંડેર સ્કૂલોના ફોટા મગાવવા નંબર જાહેર કર્યો, આપ દ્વારા ફોટો PMને મોકલાશે

ગુજરાતમાં શિક્ષણના મુદ્દા પર ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ઘમાષાણ ચાલી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે

X

ગુજરાતમાં શિક્ષણના મુદ્દા પર ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ઘમાષાણ ચાલી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેમાં લોકો તેઓના વિસ્તારની જર્જરિત સ્કૂલના ફોટો અને વિડીયો મોકલી શકશે.

ગુજરાતમાં શિક્ષણમંત્રીએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ શિક્ષણ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને AAPના નેતા મનીષ સિસોદિયાએ તાજેતરમાં જ ગુજરાતના શિક્ષણમંત્રીના મતવિસ્તાર ભાવનગરની સરકારી સ્કૂલોની મુલાકાત લઈને સરકારની નિષ્ફળતાની પોલ ખોલી હતી. ત્યાર બાદ સરકારે ભાવનગરની ખંડેર હાલતમાં રહેલી સ્કૂલોને રિનોવેટ કરવાની શરૂઆત કરી હતી. હવે આમ આદમી પાર્ટી(AAP)એ શિક્ષણને લઈને નવું અભિયાન શરૂ કર્યું છે. એમાં પાર્ટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર જનતાને ખંડેર સ્કૂલોના ફોટા મોકલવા જણાવ્યું છે.

આ ફોટાને પાર્ટી મીડિયા અને સોશિયલ મીડિયા થકી વડાપ્રધાનને મોકલશે અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરશે.આમ આદમી પાર્ટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવે છે, જેમાં કોઈપણ ગામ, તાલુકા શહેરની શાળાઓ જે તૂટેલી ખંડેર હોય એના ફોટો અમને મોકલે. મીડિયા અને સોશિયલ મીડિયા મારફત અમે આ સ્કૂલોની માહિતી વડાપ્રધાન સુધી પહોંચાડીશું.

Next Story