Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : અમરાઈવાડી પોલીસે ભાજપના યુવા નેતાની ધરપકડ કરી, મળી આવ્યો હતો દારૂનો જથ્થો

ભાજપના એક યુવા નેતાની ધરપકડ કરી, નેતા પોતાના અન્ય બે સાથી કાર્યકર્તાઓ સાથે પકડાયા છે. તેમની પાસેથી 24 પેટી ઇંગ્લિશ દારૂ સાથે 3.28 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે.

અમદાવાદ : અમરાઈવાડી પોલીસે ભાજપના યુવા નેતાની ધરપકડ કરી, મળી આવ્યો હતો દારૂનો જથ્થો
X

અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસે ભાજપના એક યુવા નેતાની ધરપકડ કરી, નેતા પોતાના અન્ય બે સાથી કાર્યકર્તાઓ સાથે પકડાયા છે. તેમની પાસેથી 24 પેટી ઇંગ્લિશ દારૂ સાથે 3.28 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે. આ યુવા નેતાના ફોટા ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ સાથે છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી ગુજરાતમાં દારૂ બંધીનો કડક અમલ કરાવવામાં માને છે. તેઓ ગુજરાતનું યુવાધન નશાથી બરબાદ ન થઇ જાય તે માટે સતત ચિંતા કરતા હોય છે...

અને અધિકારીઓને પણ કડક સૂચના આપી રાખી છે કે દારૂ કે, નશીલા પદાર્થ મુદ્દે કોઇનું પણ શેહ શરમ ન રાખવામાં આવે. જોકે, અમદાવાદમાં ઉલ્ટુ ચિત્ર જોવા મળી રહ્યુ છે, અમરાઈવાડી વોર્ડના ભાજપના યુવા મોરચાના યુવા નેતા નશાના કારોબાર સાથે જોડાયેલા હોવાનો પોલીસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસને એફઆઇઆર પ્રમાણે માનીએ તો દલપત પરમાર, દલપત ચાવડા, સજંય પરમાર બાતમીના આધારે પકડ્યા છે, જેઓ લોકલ સ્તરે ઇગ્લીશ દારૂનો ધંધો કરતા હતા,

તેમની પાસેથી 24 પેટી દારૂ, મોબાઇલ ફોન અને એક દ્વિચક્રીય વાહન કબજે કરાયું છે. પકડાયેલા 3 પૈકી દલપત પરમાર ભાજપના યુવા મોરચાના કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે. દલપત પરમાર ફેસબુક પ્રોફાઇલ જોઈએ તે તેમાં સ્પષ્ટ પણે ભાજપ સાથે સંકળાયેલા હોવાનું જોવા મળે છે, તેઓ ભાજપના સિનિયર નેતાઓ સાથે ફોટા જોવા મળે છે, જે બતાવે છે કે, તેમના આવા નેતાઓ સાથે અંગત ઘરોબો હોવાનું જણાય છે. દલપત પરમારના ફોટા અમદાવાદના પુર્વ મેયર અને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અમિત શાહ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી સાથે પણ છે, ખાસ કરીને દલપત પરમાર ફેસબુક ઉપર ભાજપના ટોચના નેતાઓના પ્રચાર કરતા ફોટા મુકાયા છે.

પણ એનુ મતબલ એવુ નથી કે, આ નેતાઓને દલપત પરમાર ઇંગ્લિશ દારુ પહોચાડતા હશે, કારણ કે આ નેતાઓની ઇમેજ ક્લીન છે. જેથી કોઇ આરોપ લગાવી ન શકે. ગુજરાતની તમામ સરહદો ઉપર પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખે છે. અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોની ચુસ્તપણે તપાસ કરાતી હોય છે, ગુજરાતમાં દારૂની કોઇ ફેક્ટરી નથી મતલબ એ થાય છે કે, આ દારૂ અન્ય રાજ્યોમાંથી આવે છે, અને સરહદ સંભાળવાની જે તે પોલીસ અધિકારીઓની ફરજમાં આવે છે. જોકે, તેવા જિલ્લામાં પોલીસ વડા અને રેન્જ આઈની નાક નીચેથી દારૂ ગુજરાત અમદાવાદ સુધી પહોચે છે. દલપત પરમાર તો માત્ર મોહરુ છે, તેની પાછળ અનેક મોટા માથાઓ હશે જેના ઇશારે દારૂ અમદાવાદ સુધી પહોંચ્યો. પરંતુ સવાલ થાય છે કે, દલપત પરમાર જેવા યુવા નેતાઓને દારૂ વેચવાની જરૂર કેમ પડે છે..!

Next Story