Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પ્રેમિકા માટે આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 44 લાખની છેતરપિંડી,પોલીસે ઝડપી પાડ્યો

આંગડિયા પેઢીના કર્મચારીએ પોતાની પ્રેમિકાના મોજશોખ પૂરા કરવા માટે માલિક સાથે 44 લાખ રૂપિયાની ઠગાઈ કરી

અમદાવાદ: પ્રેમિકા માટે આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 44 લાખની છેતરપિંડી,પોલીસે ઝડપી પાડ્યો
X

અમદાવાદમાં સીજી રોડ પર આવેલ એક આંગડિયા પેઢીના કર્મચારી પોતાની પ્રેમિકા ના મોજશોખ માટે માલિક સાથે 44 લાખ રૂપિયાની ઠગાઈ કરતા અમદાવાદ નવરંગપુરા પોલીસ આરોપી પ્રેમી અને તેના મિત્રોની કરી ધરપકડ. શહેરના સીજી રોડ પર આવેલી એમ.કે. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં કામ કરતાં કર્મચારી રવિ વાળંદે પોતાના મિત્ર જીતેન્દ્ર સાથે મળી 44 લાખ રૂપિયાનો કલોલના પી.એમ.આંગડિયા પેઢીમાં હવાલે કરાવ્યો હતો.

જે પૈસાનો હવાલો રવિએ નોકરી કરતો એ જ આંગડિયા પેઢીમાંથી કરાવ્યો હતો. બાદમાં આ હવાલાના રૂપિયા આરોપી રવિ અને બે મિત્રો જીતેન્દ્ર પ્રજાપતિ ,વિજય કુમાર લેવા ગયા હતા. જોકે, કલોલની આંગડિયા પેઢીના સીસીટીવીમાં સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો હતો. જેમાં સામે આવ્યું કે જીતેન્દ્ર અને વિજય બંને કલોલ આંગડિયા પેઢીમાં પૈસા લેવા ગયા હતા અને રવિ બહાર ગાડીમાં બેઠો હતો. જેમાં પૈસા લીધા બાદ મોટાભાગના બધા રૂપિયા રવિ તેની પ્રેમિકા ને લઈને રાજસ્થાન જતો રહ્યો હતો.

આ બાજુ નવરંગપુરામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ થતાંની સાથે જ જિતેન્દ્ર અને વિજય ને પોલીસ પકડી લીધા હતા જેમાં ખબર પડી હતી કે રવિ રાજસ્થાન ભાગી ગયો છે. અને ત્યારબાદ પોલીસે રાજસ્થાની રવિ ને જડપી પાડ્યો પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે રવિ આજ આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે 3 વર્ષથી નોકરી કરતો હતો પરંતુ પોલીસ રવિ પાસેથી લાખો રૂપિયા રિકવર પણ થાય નથી રવે આ રૂપિયા કયા અને કેવી રીતે ખર્ચ કરી તેની પોલીસ તપાસ કરી રહી છે.

Next Story