Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયાસ,લોકો કસરત અને યોગા કરતા નજરે પડ્યા

અમદાવાદમાં વહેલી સવારે લોકો ગાર્ડનમાં ચાલવા, યોગા કરવા અને કસરતના અલગ અલગ કરતબ કરતા જોવા મળે છે

X

શિયાળાની ઋતુ ની શરૂઆત થઈ ગઈ છે. ફૂલ ગુલાબી ઠંડી નો અહેસાસ થાય છે. ત્યારે અમદાવાદમાં વહેલી સવારે લોકો ગાર્ડનમાં ચાલવા, યોગા કરવા અને કસરતના અલગ અલગ કરતબ કરતા જોવા મળે છે

શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે સિનિયર સીટીઝન હોય કે યુવાનો સ્વસ્થ રહેવા માટે વહેલી સવાર ગાર્ડન કે ખુલ્લી જગ્યાએ જતા હોય છે. અમદાવાદમાં પણ આજ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદના વિવિધ બાગ બગીચામાં યુવાનો અને વયસ્ક નાગરિકો યોગા અને કસરત કરતાં નજરે પડી રહ્યા છે. વયસ્ક નાગરિકોનું કહેવું છે કે તેઓ છેલ્લા 33 વર્ષથી આ ગાર્ડનમાં આવે છે. લાફિંગ ક્લબ ચલાવે છે. ખાસ કરીને સવારે બધા બેગ થાય છે અને યોગા કરે તેથી આખો દિવસ સારો રહે છે.લોકોનું માનવું છે કે કસરત અને યોગ કરવા જોઈએ જેનાથી તમારું શરીર અને સ્વસ્થ ખુબજ સારું રહે છે.

કોરોના કાળ બાદ લોકો પોતાના સ્વાસ્થય પ્રત્યે વધુ ધ્યાન આપી રહ્યા છે આમ પણ શિયાળને આરોગ્ય વર્ધક માનવમાં આવે છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડી વચ્ચે કસરત અને યોગા થકી શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ સારી બાબત કહી શકાય

Next Story