Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નવરંગપુરા-CG રોડ પર પડ્યો ભુવો, પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ..

ભુવો પડવાના કારણે રોડ સાંકડો થઈ ગયો છે. જેના કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા પણ વધી છે

અમદાવાદ : નવરંગપુરા-CG રોડ પર પડ્યો ભુવો, પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ..
X

અમદાવાદમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. પૂવૅ વિસ્તાર હોય કે, પશ્ચિમ વિસ્તાર હોય. હવે ચોમાસાની ઋતુ વગર પણ અમદાવાદમાં ભુવા પડી રહ્યા છે. અમદાવાદમાં વગર ચોમાસે ભુવા પડવાની સમસ્યા યથાવત રહેવા પામી છે. અમદાવાદના નવરંગપુરા બસ સ્ટેન્ડથી CG રોડ જવાના મુખ્ય માર્ગ પર AMCO બેન્ક સામે પીલ્લર નંબર P-220 નજીક ભુવો પડ્યો છે, ત્યારે AMC તંત્રને જાણ કરતા તંત્રએ માત્ર બેરીકેડ મુકીને કોર્ડન કર્યો છે. ભુવો પડવાના કારણે રોડ સાંકડો થઈ ગયો છે. જેના કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા પણ વધી છે, ત્યારે હાલ તો AMCએ માત્ર બેરીકેટ લગાવી સંતોષ માની લેતા પોલ ખુલ્લી પડી છે.

Next Story