Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બ્રેઇનડેડ મહિલાની 2 કિડની અને 1 લીવરના અંગદાનથી પીડિતોને નવજીવન મળ્યું...

તબીબોની ભારે જહેમત બાદ 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું, જેને જરૂરિયાતમંદ પીડિત દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું

અમદાવાદ : બ્રેઇનડેડ મહિલાની 2 કિડની અને 1 લીવરના અંગદાનથી પીડિતોને નવજીવન મળ્યું...
X

અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં 51 મું અંગદાન થયું છે. આજે અંગદાન કોઇ વર્ગ, સંસ્થા કે સમાજ પૂરતુ સિમિત ન રહીને જન જનમાં અંગદાનનો વિચાર સંકલ્પરૂપ બન્યું છે. ધનિક, મધ્યમ વર્ગીય કે, સાક્ષર પરિવાર જ નહીં પરંતુ રાજ્યના દીનબંધુઓ, દરીદ્રનારાયણ પરિવારજનો પણ અંગદાનના સેવાયજ્ઞમાં બહુમુલ્ય યોગદાન આપી રહ્યા છે, ત્યારે બાવળાના 55 વર્ષીય તખુબેન સિવિલ હોસ્પિટલમાં 3 દિવસની સધન સારવાર બાદ જ્યારે બ્રેઇનડેડ થયા, ત્યારે કોર્પોરેશનમાં સફાઇકર્મી તરીકે ફરજરત તેમના પુત્રએ પરિવારજનો સાથે પરામર્શ કરીને મહાદાન સમા અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો હતો.

સમગ્ર વિગત એવી છે કે, અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે રહેતા 55 વર્ષીય તખુબેન પરમારને ગત તા. 5મી એપ્રિલના રોજ શારિરિક નબળાઇ અનુભવાતા અને બ્લડપ્રેશર એકાએક ખૂબ જ વધી જતા બગોદરાની સ્થાનિક હોસ્પિટલમાં ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા. બગોદરાથી તેમને બાવળા સ્થિત સરકારી હોસ્પિટલમાં રીફર કરીને સી.ટી. સ્કેન અને જરૂરી રીપોર્ટસ કરાવવામાં આવ્યા હતા. અહીંના તબીબો બ્રેઇન હેમરેજ થયા હોવાનું નિદાન કરીને તખુબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કર્યા હતા. પરિવારજનો તખુબેનને લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં પહોંચ્યા,

જ્યાં ટ્રોમાં સેન્ટરમાં આઇ.સી.યુ. દાખલ કરીને જરૂરિ સધન સારવાર શરૂ કરવામાં આવી હતી. સતત 3 દિવસની સધન સારવાર બાદ તબીબો દ્વારા તખુબેનને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તખુબેન પરમાર બ્રેઇનડેડ થતા સિવિલ હોસ્પિટલની SOTTO (State Organ Tissue And Transplant Organisation) ટીમ દ્વારા તેમના પરિવારજનો અંગદાન અંગે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. પરિવારજનો પણ અંગદાનની મહત્તા સમજીને તખુબેનના અંગોનું દાન કરવા તૈયાર થયા હતા, ત્યારે બ્રેઇનડેડ તખુબેનના અંગોના રીટ્રાઇવલ માટે સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા,

જ્યાં તબીબોની ભારે જહેમત બાદ 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું, જેને જરૂરિયાતમંદ પીડિત દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે. જોકે, તખુબેનના પરિવારજનોએ જણાવ્યુ હતું કે, તખુબેન બ્રેઇનડેડ થતા તેમની અંતિમ ક્રિયા કરવાની ફરજ પડી હતી. અંતિમ ક્રિયા કર્યા બાદ શરીર પંચમહાભૂતમાં વિલિન થાય તેના કરતા તેમના શરીરના અંગો કોઇક જરૂરિયામંદ વ્યક્તિના કામે લાગે અને કોઇક પીડિતને નવજીવન આપે તેવી આ વિચારધારા સાથે જ પરિવારજનોએ એકજૂથ થઇને અંગદાનનો નિર્ણય કર્યો હતો. અમારા સ્વજન તખુબેન જીવનપર્યત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રહ્યા છે, ત્યારે સેવાભાવી તખુબેન જીવન ટૂંકાવ્યા બાદ પણ અન્યને મદદરૂપ બન્યા તેનો અમને ગર્વ છે.

Next Story