Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સીટીઝન મોબાઈલ એપનું આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા સુશ્રુષા અને ફરજનિષ્ઠાને બિરદાવીને ૧૦૮ ની સેવાને "જીવન રક્ષક સેવા" ગણાવી હતી.

અમદાવાદ : સીટીઝન મોબાઈલ એપનું આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ
X

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા સુશ્રુષા અને ફરજનિષ્ઠાને બિરદાવીને ૧૦૮ ની સેવાને "જીવન રક્ષક સેવા" ગણાવી હતી.અમદાવાદના કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેન્ટર ખાતે "સીટીઝન મોબાઇલ એપ'નુ આરોગ્ય મંત્રી એ લોન્ચિંગ કરીને નવી ૧૦૮ એમ્બ્યુલન્સોને લીલી ઝંડી આપી શહેરીજનોની સેવામાં કાર્યરત કરી હતી. કોરોના કાળમાં ૧૦૮ના સેવા કર્મીઓએ કરેલી પ્રશંસનીય કામગીરી અને મહામારીમાં પણ સતત ખડેપગે ફરજરત રહેનારા ૧૦૮ના સેવા કર્મીઓની કર્તવ્ય પરાયણતાને આરોગ્ય મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા બિરદાવીને તેમનું હર્ષભેર સન્માન કરવામાં આવ્યું હતું.

આરોગ્ય મંત્રી એ ૧૦૮ એમ્બ્યુલન્સની કામગીરીનો સંદર્ભ આપતા કહ્યું કે, આક્સમિક પરિસ્થિતિઓ અને કટોકટીના સમયમાં છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરીને ૧૦૮ સેવા વિશ્વાસનું પર્યાય બની છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીતાના પરિણામે ૨૦૦૭ માં ૫૩ જેટલી એમ્બ્યુલન્સની સેવાઓ સાથે રાજ્યભરમાં શરૂ કરાયેલી ૧૦૮ ની સેવા આજે ૮૦૦ એમ્બ્યુલન્સના બળ સાથે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારીને ખિલખિલાટ, અભયમ હેલ્પલાઇન-૧૮૧, ૧૦૪, કરુણા એમ્બ્યુલન્સ સેવાઓ નાગરિકો માટેની સેવામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત બની છે.આ સેવાઓ શહેરી વિસ્તારો સુધી સીમિત ન રહીને રાજ્યના દૂર-સુદૂર અને આંતરિયાળ વિસ્તારોમાં સફળતાપૂર્ણ વિસ્તરણ પામીને અસરકારક પરિણામો આપી રહી છે.

૧૦૮ સેવાઓ રિસ્પોન્સ ક્રાઇમને ખૂબ જ ઝડપી બનાવીને અનેક જરૂરીયાત મંદ નાગરિકોની આકસ્મિક પરિસ્થિતિઓમાં સારવાર કેન્દ્ર સુધી ત્વરિત પહોંચાડી અને ઘણી સગર્ભાઓની એમ્બ્યુલન્સમાં સફળત પ્રસુતિ કરાવીને ફરજનિષ્ઠાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ સેવાઓ ટેકનોલોજીના સમન્વય સાથે વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે અને જનહિત લક્ષી આ સેવાને સરળ બનાવવા એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ એપ રાજ્યના જરૂરીયાત મંદ નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે તેવો આશાવાદ મંત્રી ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ વધુમાં વધુ નાગરિકોને 108 ની સીટીઝન મોબાઇલ એપ ડાઉનલોડ કરી ૧૦૮ ના સેવાના યજ્ઞમાં જોડાઇ જનઉપયોગી બનવા અનુરોધ કર્યો હતો..

Next Story