Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રૂ.25 લાખના ડ્રગ્સના જથ્થા સાથે દંપતીની ધરપકડ,વાંચો કેવી રીતે નશીલા પદાર્થોની કરતા હતા હેરાફેરી

શહેરમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. મુંબઈથી ડ્રગ્સ લઈને આવી રહેલા આરોપી સહિત કુલ ત્રણ આરોપીઓની એન.સી.બી.એ ધરપકડ કરી છે.

અમદાવાદ: રૂ.25 લાખના ડ્રગ્સના જથ્થા સાથે દંપતીની ધરપકડ,વાંચો કેવી રીતે નશીલા પદાર્થોની કરતા હતા હેરાફેરી
X

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. મુંબઈથી ડ્રગ્સ લઈને આવી રહેલા આરોપી સહિત કુલ ત્રણ આરોપીઓની એન.સી.બી.એ ધરપકડ કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી આવતી એક ખાનગી લકઝરી બસમાં એક યુવક એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદમાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે ટીમે સીટીએમ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવીને આરોપીને 400 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા છે.આ મામલે તપાસ દરમિયાન સામે આવ્યું કે પકડાયેલા ત્રણેય આરોપીઓ અમદાવાદના છે. જેમાં સાજીદ મિયાં નામનો વ્યક્તિ મુંબઈ ડ્રગ્સ લેવા માટે ગયો હતો. જ્યારે ડ્રગ્સની ડિલિવરી લેનાર બે વ્યક્તિઓમાં વજુદ્દીન શેખ અને તેની પત્ની સફીના શેખ છે. દંપતી જુહાપુરા વિસ્તારના રહેવાસી છે. પકડાયેલા ડ્રગ્સની તપાસ કરતા તેનું અંદાજીત વજન 400 ગ્રામ હોવાનું ખુલ્યું છે. ડ્રગ્સની બજાર કિંમત 25 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે.NCBની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ આ રીતે મુંબઈથી ડ્રગ્સ લાવી અમદાવાદનાં પેડલર ને વેચી દેતા હતા. ઝડપાયેલા આરોપીઓ અત્યાર સુધીમાં કેટલુ ડ્રગ્સ અમદાવાદમાં લાવ્યા છે? કોની પાસેથી લાવતા હતા? અમદાવાદમાં અન્ય કોણ કોણ ડ્રગ્સ પેડલર આ રેકેટમાં સામેલ છે? તે દિશામા NCB એ તપાસ શરૂ કરી છે.

Next Story