Connect Gujarat
અમદાવાદ 

રખડતા ઢોર મામલે અમદાવાદ સીપીનું જાહેરનામું, ચિપ લગાવો અથવા કાર્યવાહી માટે રહો તૈયાર

અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસ માં વધારો થયો છે. રખડતા ઢોરને કારણે શહેરમાં અનેક અકસ્માતના બનાવ પણ બને છે,

રખડતા ઢોર મામલે અમદાવાદ સીપીનું જાહેરનામું, ચિપ લગાવો અથવા કાર્યવાહી માટે રહો તૈયાર
X

અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસ માં વધારો થયો છે. રખડતા ઢોરને કારણે શહેરમાં અનેક અકસ્માતના બનાવ પણ બને છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ આસપાસના વિસ્તાર નો-કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ માટે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 60 દિવસમાં ઢોરને ચીપ લગાવવા આદેશ આપવામાં આવ્યો છે

અમદાવાદ શહેરમાં રખડતા પશુઓ ઉપદ્રવને કારણે ગંભીર અકસ્માત , ટ્રાફિકની સમસ્યા અને ગ્રીન પેચને નુકસાન થવાના કિસ્સા બને છે. જેથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ મામલે હવે આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વસવાટ કરતા ગોપાલકો તેમની માલિકીના પશુઓમાં આગામી 60 દિવસની અંદર ટેપ અને ચીપ ફરજિયાત લગાવવી તેમજ પશુઓની માલિકી ફેરબદલ અંગે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંલગ્ન વિભાગને જાણ કરવી. જ્યારે આદેશનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદ કમિશનર ઓફ પોલીસે આ અંગે તમામ પોલીસ મથકોને જાણ કરી છે શહેરમાં રખડતા ઢોરો ને કારણે અનેક વાર અકસ્માતના બનાવો બને છે તો ઘણા અકસ્માતમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે શહેર પોલીસ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

Next Story