Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભેજાબાજ પિતા-પુત્રની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કરી ધરપકડ, વધુ તપાસ શરૂ...

અમદાવાદ શહેરમાં નાસતા ફરતા ઈસમો તથા હથિયારોના કેસો શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને સૂચના આપવામાં આવી હતી.

અમદાવાદ : ભેજાબાજ પિતા-પુત્રની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કરી ધરપકડ, વધુ તપાસ શરૂ...
X

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમદાવાદ શહેરમાં નાસતા ફરતા ઈસમો તથા હથિયારોના કેસો શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને સૂચના આપવામાં આવી હતી. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા માહિતીના આધારે 21 એપ્રિલ 2022ના રોજ છેતરપિંડીના ગુનામાં ફરાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આંધ્રપ્રદેશ રાજ્ય વિજયવાડા સિટી ગવર્નોરેટ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા સોનાની છેતરપીંડીના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ (૧) દિવેશ મનોજકુમાર જૈન (૨) મનોજકુમાર જૈન નાઓ હાલમાં અમદાવાદ શહેર ખાતે રહેવા આવેલ છે, અને જેઓને શોધી કાઢવા પોલીસ મદદ માટે યાદી આપી હતી અને જે યાદી આધારે બન્ને આરોપીઓને પકડવા માં સફળતા મળી છે. આરોપી દિવ્યેશ મનોજકુમાર પ્રતાપચંદ જી જૈન અને મનોજકુમાર S/0 પ્રતાપચંદજી સાંકળચંદજી જાતે જૈન ઉવ.૪૬ બંન્ને રહે. મ.નં. ૧૧૮, તપોવન સોસાયટી, અનિલ સ્ટાર્ચ રોડ, બાપુનગર, અમદાવાદ શહેર મૂળ વતન ગામ:- ધાંતરાઇ તા. રેવદર જી. શિરોહી, રાજસ્થાન નાઓને બાપુનગર ખાતે તેના રહેણાક સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા છે.

વધુ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં પોતે અગાઉ આંધ્રપ્રદેશ રાજ્ય વિજયવાડા સિટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. દિવેશ જૈન અને તેના પિતા સોના-ચાંદીના દાગીના લે-વેચ નો વેપાર ધંધો કરતા હતા. દિવેશ જૈને વિજયવાડા સિટીમાં જુદા જુદા વેપારીઓ પાસેથી સોનુ ખરીદ કરેલ તે દરમિયાન ઓનલાઈન સટ્ટો રમી રૂપિયા હારી ગયેલા વેપારીઓના રૂપિયા ચુકવેલ નથી, જેથી તેઓ બંને વિરુધ્ધમાં વિજયવાડા સિટીના ગવર્નપેટ ૩-ટાઉન પોલીસ સ્ટેશન તથા વિજયવાડા રહેલ હોવાની હકીકત જણાવેલ છે.

Next Story