Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સાયબર ક્રાઈમે બોગસ ડિગ્રીનું કૌભાંડ ઝડપી પાડ્યું, 5 હજાર કરતાં વધુ બોગસ ડિગ્રી પધરાવી હોવાનો ખુલાસો

અમદાવાદ: સાયબર ક્રાઈમે બોગસ ડિગ્રીનું કૌભાંડ ઝડપી પાડ્યું, 5 હજાર કરતાં વધુ બોગસ ડિગ્રી પધરાવી હોવાનો ખુલાસો
X

અમદાવાદ સાયબર ક્રાઈમે બોગસ ડિગ્રીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સાથે જ સાયબર ક્રાઈમે પશ્ચિમ બંગાળથી મુખ્ય આરોપીની ધરપકડ પણ કરી છે. આરોપી 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીમાં બોગસ ડિગ્રી વેચતા હતા. અને દેશમાં 5 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને બોગસ ડિગ્રી પધરાવી હોવાનો ખુલાસો થયો છે.આરોપી હેકર બનાવટી ડિગ્રી સાથે યુનિવર્સિટીના ડેટામાં પણ એન્ટ્રી કરતો હતો. સાથે રજિસ્ટ્રાર ઓફિસમાં પણ જાતે જ જવાબ રજૂ કરતો હતો.

ઉપરાંત પોસ્ટ દ્વારા થતી RTI પણ આરોપી મેળવતો હતો. આરોપીએ ખાનગી અને સરકારી વેબસાઈટો પણ હેક કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ ડિગ્રીના વેચાણ માટે એક વેબસાઈટ પણ બનાવી હતી. જે એજન્ટો દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી. આરોપીએ 60 જેટલી યુનિવર્સિટીની વેબસાઇટ હેક કરી ડિગ્રી મેળવી હતી. આરોપી હેકર બનાવટી ડિગ્રી સાથે યુનિ.ડેટામાં એન્ટ્રીનું કામ પણ કરતો હતો.આ સાથે આરોપી રજિસ્ટ્રાર ઓફિસમાં પણ જાતે જ જવાબ રજૂ કરતો હતો.

પોસ્ટ દ્વારા થતી RTI પણ પોતે જ મેળવતો હોવાનો ખુલાસો કર્યો હતો. તેમજ ખાનગી અને સરકારી વેબસાઈટ પણ હેક કરી હતી. આ સાથે આ વેબસાઈટ એજન્ટો દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી. ડિગ્રી બનાવટી હોવાનું ન ખુલે તે માટે આરોપી રહેતા હતા સતત એક્ટિવ રહેતાં હતાં

Next Story