Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મોંધવારી હોવા છતાં ફોર વ્હિલર અને ઇલેક્ટ્રીક વાહનોની ભારે માંગ

અમદાવાદ : મોંધવારી હોવા છતાં ફોર વ્હિલર અને ઇલેક્ટ્રીક વાહનોની ભારે માંગ
X

સમગ્ર દેશમાં દિવસેને દિવસે મોંધવારી વધી રહી છે. ખાસ કરીને પેટ્રોલ-ડિઝલના ભાવ 100ને પાર પહોંચ્યા છે, ત્યારે અમદાવાદમાં દશેરાના દિવસે ફોર વ્હીલરના ભાવ વધારો હોવા છતાં તેની માંગમાં ભારે વધારો જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરમાં ગત વર્ષ કરતાં ફોર વ્હીલરમાં બમણી ખરીદી જોવાં મળી રહી છે. આ સાથે જ પેટ્રોલ-ડિઝલ સાથે ઇલેક્ટ્રીક વાહની પણ ભારે માંગ જોવા મળી આવી છે. રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં ટુ વ્હીલર, ફોર વ્હીલરની ભારે માંગ રહી હતી. ખાસ કરીને દશેરાના દિવસ વાહન ખરીદી માટે ઉત્તમ ગણવામાં આવે છે. ફોર વ્હીલરમાં 50થી 60 હજાર સુધીનો ભાવ વઘારો હોવા છતાં ખરીદી માટે અમદાવાદ શો-રૂમ બહાર ભારે ભીડ જોવા મળી આવી હતી. અમુક શો-રૂમમાં બુંકિગ કરેલ ફોર વ્હીલર ગ્રાહકોને ધનતેરસ સુધી મળે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. આ વર્ષે અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રીક ફોર વ્હીલર ભારે માંગ હતી. રાજ્યમાં આ વર્ષ કુલ 6000 ફોર વ્હીલર વેચાય હતી, જેમાંથી 1900 ફોર વ્હીલર માત્ર અમદાવાદમાં જ વહેચાય છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતાં ગ્રાહકોમાં પણ ઇલેક્ટ્રીક વાહન ખરીદ કરવાનો ભારે આગ્રહ જોવા મળ્યો હતો. જોકે, અમદાવાદ શહેરમાં ફોર વ્હીલરમાં હજુ 15 ટકા સુધીનો વધારો થઇ શકે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story