અમદાવાદ : સિવિલ હોસ્પિટલના તબીબોએ 9 વર્ષની બાળકીનું જટિલ ઓપરેશન કરી પીડામુક્ત કરી
ટ્રાયકો બેઝારની તકલીફ સાથે મહેસાણાથી આવેલી 9 વર્ષની નેન્સીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો સંપૂર્ણપણે પીડા મુક્ત કરી છે.

ટ્રાયકો બેઝારની તકલીફ સાથે મહેસાણાથી આવેલી 9 વર્ષની નેન્સીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો સંપૂર્ણપણે પીડા મુક્ત કરી છે. જેમાં 9 વર્ષની નેન્સી યાદવના પેટમાંથી વાળનો વિશાળ ગુચ્છો નીકળ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોનું માનવું છે કે, ઘણી કિશોરી, યુવતી પોતાના કે, અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની ટેવ હોય છે. જે પેટમાં જઈને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ધારણ કરે છે. તેને તબીબી ભાષામાં ટ્રાયકોબેઝર તરીકે ઓળખવામાં આવે છે. મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ મહેસાણામાં પેટિયું રળી રહેલા સુર્યકાન્ત યાદવની દિકરી નેન્સીને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. આ તકલીફ વધુ ગંભીર બનતા તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા. ત્યાના તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાઈ આવતા દિકરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા જણાવ્યું છે. જેમાં પરિવારજનો વિના વિલંબે દિકરીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા. અહીં તબીબો દ્વારા સી.ટી.સ્કેન, એક્સ-રે જેવા જરૂરી રિપોર્ટ કરાવવામાં આવ્યા.
જેમાં બાળકી પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સઘન સર્જરી કરીને બાળકને પીડામુક્ત કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઇ જવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ એસોસિએટ પ્રોફેસર ડૉ. જય રામજી, એનેસ્થેસિયા વિભાગ ડૉ. સિધ્ધાર્થ અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી. આ સર્જરી દરમિયાન બાળકનું પેટમાં કાંપ મૂકીને જોયું ટીમ સ્તબ્ધ થઈ ગઈ. પેટમાં વાળના ગુચ્છ સ્વરૂપે ગાંઠ હતી. આ વાળના ગુચ્છા પેટમાં હોજરીનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જે કારણોસર તે ગાંઠ બની ગઈ હતી. તેને ભારે જહેમત બાદ સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે.