Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ઇતિહાસમાં સૌથી મોટું ડ્રગ્સ રેકેટ આંકડો 20 હજાર કરોડને પાર પહોંચ્યો

અમદાવાદ : ઇતિહાસમાં સૌથી મોટું ડ્રગ્સ રેકેટ આંકડો 20 હજાર કરોડને પાર પહોંચ્યો
X

ગુજરાતમાંથી DRIને ખૂબ જ મોટી સફળતા હાથ લાગી છે. ટેલ્કમ પાઉડરની આડમાં હેરોઇનની હેરાફેરીનો મામલો સામે આવ્યો અને તેમાં હવે આંકડો 20 હજાર કરોડને પણ પાર થઇ ગયો છે.

આ મામલે કુલ 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને તપાસ તેજ કરવામાં આવી છે. કચ્છની DRI ટીમે માહિતીના આધારે દરોડો પાડી ડ્રગની હેરાફેરીનું રેકેટ પકડી પાડ્યું હતુ. જેમાં એક બાદ એક ખુલાસો સામે આવી રહ્યા છે.

આ મામલે ડીઆરઆઈએ ચેન્નઈ માંથી એક દંપતીની પણ ધરપકડ કરી છે અને જે આયાતકારો છે. સાથોસાથ અન્ય 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને જેમાં 2 અફઘાનિસ્તાનના લોકો પણ હોવાનું સામે આવી રહ્યું છે.

ધરપકડ કરવામાં આવેલા લોકોની પુછપરછમાં હજી કેટલાક નામો બહાર આવે તેવી શક્યતા છે. ચેન્નાઈના દંપતીને કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે તપાસમાં સામે આવ્યું છે કે, આ ડ્રગ અફઘાનિસ્તાનના હસન હુસૈન લિમિટેડ કંપની દ્વારા વિજયવાડા અશી ટ્રેડિંગ કંપનીને મોકલવામાં આવી રહ્યું હતું અને જે ટેલ્કમ પાઉડરની આડમાં આવી રહ્યુ હતું.

ડીઆરઆઈએ પહેલા એફ એસ એલ પાસેથી ખાતરી કર્યા બાદ આગળ તપાસ હાથ ધરી હતી. આ મામલે હાલ દિલ્હી, અમદાવાદ, વિજયવાડા, ચેન્નાઈ, મુદ્રા અને અન્ય જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને જેમાં અન્ય ખુલાસો સામે આવી શકે છે. 15 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલા આ દરોડા હાલ પણ યથાવત છે અને દંપતીના રિમાન્ડ મેળવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ મામલે હાલ ડીઆરઆઈના અધિકારીઓ કાંઈપણ બોલવા તૈયાર નથી. પરંતુ ચેન્નઈના દંપતીની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે. હવે આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. શનિવારે રાત્રિના સમયે પણ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ ગુજરાતના દરિયાકાંઠા માંથી 250 કરોડ રૂપિયાનું હેરોઈન નો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Next Story