Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઓમિક્રોન બાબતે તંત્ર સજ્જ, છેલ્લા એક સપ્તાહમાં આવ્યા 9800 પ્રવાસીઓ

ઓમિક્રોન અંગે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી જ તકેદારી રાખવામાં આવી રહી છે.

અમદાવાદ: ઓમિક્રોન બાબતે તંત્ર સજ્જ, છેલ્લા એક સપ્તાહમાં આવ્યા 9800 પ્રવાસીઓ
X

ઓમિક્રોન અંગે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી જ તકેદારી રાખવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ ગ્રામ્યમાં 50 પ્રવાસીઓ વિદેશથી આવ્યા છે.જેમાં 3 પ્રવાસીઓ હાઈ રિસ્ક દેશમાંથી આવ્યા છે.જ્યારે 47 પ્રવાસીઓ લોરીસ્ક દેશમાંથી આવ્યા છે.તમામ પ્રવાસીઓ હોમ કોરોન્ટાઇ રાખવામાં આવ્યા છે.14 દિવસ ક્વોરેન્ટાઇન રહેવાનું રહશે.જેમાં 7 દિવસ હોમ કોરોન્ટાઇન ત્યાર બાદના 7 દિવસ સેલ્ફ કોરોન્ટાઇન રહેવાનું રહેશે.પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પર રિપોર્ટ થયા બાદ 4 દિવસે અને 8 દિવસે ફરી ટેસ્ટ કરવામાં આવશે.નિયમોનો ભંગ કરશે તો એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.પોલીસનો પણ સહયોગ લેવામાં આવ્યો છે.અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા એક સપ્તાહમાં 9800 પ્રવાસીઓ વિદેશથી આવ્યા છે.જેમાં હાઇ રીસ્ક દેશમાંથી આવેલા તમામ પ્રવાસીઓ નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.અને લિરિસ્ક દેશમાંથી આવેલા પ્રવાસીઓ માંથી 2 ટકા પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.પોઝિટિવ રિપોર્ટ આવનાર પ્રવાસીઓ માટેની વ્યવસ્થા - ઓમિક્રોન કહેર શરૂ થયા બાદ વધુ બે દેશો હાઈ રિસ્ક દેશની યાદીમાં સમાવેશ થયો છે. હવે ઘાના અને તાન્ઝાનિયા દેશથી આવતા લોકોને rtpcr કરવામાં આવશે. રિપોર્ટ પોઝિટીવ આવનાર દર્દીને એરપોર્ટથી સીધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તેમજ ખાનગી 3 હોટલ આઈસોલેશન માટે રાખવામાં આવી છે. જો પ્રવાસીઓ પોતાના જિલ્લામાં જવું હોય તો જઇ શકશે.પરંતુ પોઝીટીવ દર્દીને પોતામાં જવું હોય તો જઇ શકશે પરંતુ પોતાના ખર્ચ એમ્બ્યુલન્સ જવાનું રહશે અને હોસ્પિટલમાં દાખલ થવાનું રહેશે એરપોર્ટ રિપોર્ટ માટેની વ્યવસ્થા - રેપીડ આરટીપીસીઆર અને નોર્મલ આરટીપીસીઆર વ્યવસ્થા કરવામાં આવી છે.રેપીડ આરટીપીસીઆર નું રિપોર્ટ એક કલાકમાં મળી જાય છે.જેનો ચાર્જ 2700 રૂ. અને નોર્મલ આરટી પીસીઆર નો રિપોર્ટ 8 થી 10 કલાકમાં આવે છે.જેનો ચાર્જ 400 રૂ. છે.જે પ્રવાસીઓ ચૂકવવાનો રહેશે

Next Story