Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : એપલ હોસ્પિટલના કોમ્પલેક્ષમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, 2 મહિલા અને બાળકનું રેસક્યું

અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન પાસે તે સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે આગ લાગવાની ઘટના સામે આવી હતી.

અમદાવાદ : એપલ હોસ્પિટલના કોમ્પલેક્ષમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, 2 મહિલા અને બાળકનું રેસક્યું
X

અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન પાસે તે સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. બપોરના સમયે એક કોમ્પ્લેક્ષમાં આગ લાગતા અફરાતફરીના માહોલ વચ્ચે ફાયર બ્રિગેડની 4 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં ક્રેન મારફતે આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો 2 મહિલા અને એક બાળકનું રેસક્યું કરાયું હતું.

અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલ એપલ હોસ્પિટલના કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. ઘટનાને લઈ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ તરફ સર્વર રૂમમાં લાગેલી આગ વિકરાળ બનતા ફાયર જવાનો કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા. જોકે, આગ લાગવાની ઘટનામાં હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તો બીજી તરફ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં ફાયરના જવાનો દ્વારા 2 મહિલા અને એક બાળકનું કરાયું રેસક્યું પણ કરવામાં આવ્યું છે. સૂત્રો મુજબ આ જ કોમ્પલેક્ષમાં અગાઉ પણ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતા ટ્રાફિક પણ જામ થયો હતો. તો સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગ કેવી રીતના લાગી તેની તપાસ સ્થાનિક પોલીસ કરી રહી છે. જોકે, આગ અચાનક વિકરાળ બનતા કોમ્પ્લેક્સના અનેક લોકો અગાસી પર જીવ બચાવવા ચઢી ગયા હતા.

Next Story