Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગેસ સિલિન્ડરના વધતાં ભાવ સામે કોંગ્રેસ આકરા પાણીએ, સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

પેટ્રોલ ડીઝલ બાદ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, ગેસ સિલિન્ડરનો ભાવ રૂ.900 નજીક પહોંચ્યો.

X

ગેસ સિલિન્ડરમાં સતત વધતા ભાવ સામે સામાન્ય જનતા ગુસ્સામાં છે ત્યારે હવે રાજયમાં કોંગ્રેસ મેદાને આવ્યું છે અને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

ગુજરાતના ૧૦ લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય - મધ્યમ વર્ગના પરિવારોને મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મંદી - મોંઘવારી અને મહામારીમાં સપડાયેલ પ્રજા પર મોંઘવારીનો વધુ એક ઘા ગેસ સિલિન્ડરમાં રૂ. ૨૫નો જંગી વધારો અને છેલ્લા આઠ મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડર માં રૂ. ૧૬૫.૫૦ નો ભાવ વધારાથી ગેસ સીલીન્ડર રૂ. ૯૦૦ની નજીક પહોંચી ગયો છે.

વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસ સરકારમાં ગેસ સીલીન્ડરનો ભાવ રૂ. ૪૩૪ હતો જે ભાજપ સરકારે બમણાથી પણ વધુ મોંઘો કરીને સામાન્ય-મધ્યમવર્ગને જીવન જીવવાનું મુશ્કેલ બનાવી દીધુ છે. ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના 95% લોકોને મોંઘવારી દાવાનળમાં ધકેલી દીધા છે. વર્ષ 2020-21 ના કેન્દ્રીય બજેટમાં LPG સિલિન્ડર માટે રૂ.40,915 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેની સાથે વર્ષ 2021-22 ના બજેટમાં LPG સિલિન્ડર સબસીડી માટે માત્ર રૂ.12,995 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે રૂ.27,920 કરોડ નો સીધો બોજો લોકો ઉપર નાખવામાં આવ્યો.

મનીષ દોશીએ ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના વધતા ભાવ માટે આંતરાષ્ટ્રીય બજારને જવાબદાર ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવા નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે. શું આ સબસીડી ઉપર કાપ પણ આંતરાષ્ટ્રીય બજાર મુક્યો છે? શું સરકારનું કામ માત્ર ટેક્સ ઉઘરાવવાનું છે, લોકોને રાહત આપવાની કોઈ જવાબદારી નથી?

Next Story