Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, રૂપિયા 1400 કરોડથી વધુનો વેપલો ઝડપાયો

અંદાજીત રૂપિયા 1 હજાર 400 કરોડથી વધુના સટ્ટાનું રેકેટ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીના સૌથી મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે

X

ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનાં નેટવર્કનો પર્દાફાશ થયો છે. અંદાજીત રૂપિયા 1 હજાર 400 કરોડથી વધુના સટ્ટાનું રેકેટ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીના સૌથી મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં અલગ અલગ બોગસ બેન્ક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહાર કરતા હતા. તપાસ કરતા આ વેબસાઈટ દુબઈ ખાતે રહેતા રાજકોટના રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર તેમજ જીમી ગોલ્ડન, ચેતન ઉર્ફે ટોમી, ધવલ દ્વારા ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અલગ અલગ વેબસાઈટ અને એપ્લિકેશન સંચાલક વિરુદ્ધ જુગારધારાની ફરિયાદ નોંધી હતી.

આ ઉપરાંત આસિફ પટેલ અને કર્મેશ પટેલે આકાશ ઓઝાની જાણ બહાર તેના નામનું બેન્ક એકાઉન્ટ પણ બનાવ્યું હતું. આકાશ ઓઝાની જાણ બહાર ખોટી સહી કરી બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં ફક્ત ત્રણ મહિનામાં અબજો રૂપિયાના વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાકેશ અને ટોમી ઊંઝા સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે અને 20થી વધુ બેંકોના એકાઉન્ટની માહિતી મેળવી સટ્ટાના નેટવર્કને તોડવા આગળની કાર્યવાહી તેજ કરી છે.

મહત્વનું છે કે, 17 ઓકટોબરે થયેલી એક રેડ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો 17 ઓક્ટોબરે સોલા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સોલામાં મેહુલ પૂજારાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બુકીઓ વેબસાઇટમાંથી આઇડી થકી કમિશન મેળવે છે.

Next Story