Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : RTO નજીક જ હિટ એન્ડ રનની ઘટના, આશાસ્પદ યુવકનું મોત…

ગુરુવારે મોડી રાતે RTO પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં વૈભવી કારના ટાયર નીચે કચડાઈ નોકરી કરીને પરત ફરી રહેલા યુવાનનું મોત નિપજ્યુ હતું.

અમદાવાદ : RTO નજીક જ હિટ એન્ડ રનની ઘટના, આશાસ્પદ યુવકનું મોત…
X

અમદાવાદમાં ગુરુવારે મોડી રાતે RTO પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં વૈભવી કારના ટાયર નીચે કચડાઈ નોકરી કરીને પરત ફરી રહેલા યુવાનનું મોત નિપજ્યુ હતું. તો યુવકને કચડી ઓડી કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સવાર સુધીમાં સીસીટીવી મેળવીને કાર ચાલકને શોધી કાઢ્યો હતો.

મળતી વિગતો અનુસાર અનુસાર, ઝુંડાલ વિસ્તારના રહેવાસી 25 વર્ષીય યુવક યશ ગાયકવાડ વિશાલ હોટલમાં કેશિયર તરીકે નોકરી કરે છે. તે મોડી રાતે નોકરીથી પરત ફરી રહ્યો હતો, ત્યારે આરટીઓ સર્કલ પાસેથી પસાર થઈ રહેલી એક ઓડી કારે તેને કચડ્યો હતો. ઓડી કાર ચાલક યશની બાઈકને ચીમન બ્રિજથી RTO સર્કલ સુધી ઘસડી લઇ ગયો હતો. જેમાં યશ ગાયકવાડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. યશને કચડીને ઓડીનો ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ પોલીસને આ વિશે જાણ કરી હતી. જેના બાદ યશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. અકસ્માત બાદ પોલીસે કાર ચાલકની તપાસ શરૂ કરી હતી. જેમાં એક જ રાતમાં પોલીસે સીસીટીવી કબજે કરીને ઓડી કારની વિગતો મેળવી હતી. ઓડી કાર નંબર GJ -01- RP- 0774 હોવાનું સામે આવ્યું છે. સાથે જ અકસ્માત સર્જી ફરાર થઇ જનાર કાર ચાલકનું નામ પણ સામે આવ્યું. GJ-01-RP-0774 ઔડી કાર સાબરમતી વિસ્તારના રહેવાસી રોહન કુમારની હોવાનું ખૂલ્યું છે, ત્યારે એલ' ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story