Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: શહેરની 35 હોસ્પિટલમાં ફાયર વિભાગની સૌથી મોટી મોકડ્રિલ; આગની ઘટનાઓને રોકવા અપાઈ તાલીમ

અમદાવાદ શહેરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મોકડ્રિલ આગની ઘટનાઓને રોકવા સ્ટાફને અપાઈ તાલીમ

અમદાવાદ: શહેરની 35 હોસ્પિટલમાં ફાયર વિભાગની સૌથી મોટી મોકડ્રિલ; આગની ઘટનાઓને રોકવા અપાઈ તાલીમ
X

હોસ્પિટલમાં બનતી આગની ઘટનાઓને રોકવા માટે અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા અમદાવાદની 35 જેટલી હોસ્પિટલોમા મોકડ્રીલ યોજવામાં આવી હતી.

જુઓ વિડિયો :- અમદાવાદ: શહેરની 35 હોસ્પિટલમાં ફાયર વિભાગની સૌથી મોટી મોકડ્રિલ; આગની ઘટનાઓને રોકવા અપાઈ તાલીમ

અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર છે અને અહીં મોટી સંખ્યામાં હોસ્પિટલો છે. ભૂતકાળમાં અહીં પણ કોવીડ હોસ્પિટલમાં આગના બનાવો સામે આવ્યા છે. ત્યારે કોઈ મોટી આગ લાગે તો તાત્કાલિક ફાયરના સાધનો કઈ રીતે ઉપયોગ કરી અને આગને બુઝાવવા માટેની સમજ ફાયરબ્રિગેડ દ્વારા હોસ્પિટલના સત્તાધીશો, સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડને આપવામાં આવી હતી. અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા આગ લાગતા તેને રોકવા અને બુઝાવવા માટે અવેરનેસનું માસ કેમ્પઈન ચલાવવામાં આવશે જે અંતર્ગત 35 હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ 15 ફાયર સ્ટેશનના 170 જેટલા જવાનો આ મોકડ્રીલમાં જોડાયા હતા. દરરોજ આ રીતે 35-40 હોસ્પિટલમાં મોકડ્રિલ કરી અને હોસ્પિટલના સ્ટાફ અને સત્તાધીશોને આગને બુઝાવવા અને ફાયરની મદદ માટેની જાણકારી આપવામાં આવશે. ફાયરબ્રિગેડને આવતા 10 મિનિટ જેટલો સમય લાગે તે પહેલાં જ આગને કાબૂમાં લઇ વધુ જાનમાલ નુકસાન થતું હોસ્પિટલના સ્ટાફ જ અટકાવી શકે છે, આમ ભવિષ્યમાં કોઈ પણ મોટી ઘટનાઓ બને તો તાત્કાલિક અસરથી તેને રોકી શકાય અને જ્યાં સુધી ફાયર વિભાગ પોહ્ચે ત્યાં સુધી કઈ રીતે કામગીરી કરવી સહિતની સમજ આપવામાં આવી હતી.

Next Story