Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: મેગા સિટી બની રહ્યું છે ક્રાઈમ કેપિટલ હબ; 22 દિવસમાં હત્યા 8 બનાવો

મેગા સીટી અમદાવાદ બની રહ્યું છે ક્રાઈમ કેપિટલ હબ, ગુન્હેગારો બેફામ બની પોલીસને ફેંકી રહ્યા છે પડકાર.

X

મેગા સીટી અમદાવાદ હવે ક્રાઈમ કેપિટલ હબ બની રહ્યું છે અને ગુન્હેગારો બેફામ બની કાનૂન વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા છે. દિવસેને દિવસે વિકાસની સાથે સાથે હવે ગુનાખોરી પણ વધતી જઈ રહી છે. ચાલુ મહિને 22 જુલાઈ સુધીમાં કુલ 8 હત્યાના બનાવો શહેરમાં સામે આવ્યા છે.

મેગા સિટી અમદાવાદ ક્રાઇમ કેપિટલ હબ બનતું જણાઈ રહ્યું છે. વિકાસની સાથોસાથ હવે ગુનાખોરી પણ વધી છે. ચાલુ મહિનામાં 22 જુલાઇ સધી હત્યાના 8 બનાવો સામે આવ્યા છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થોડાક દિવસો અગાઉ એક ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો. જેમા પોલીસે તપાસ આરંભી ત્યારે સામે આવ્યું કે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હતી. તે સિવાય અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં પણ થોડાક દિવસો અગાઉ અંગત અદાવતમાં એક યુવકની હત્યા થઈ હતી. રામોલમાં પરિણીતાની પ્રેમીએ કરી હત્યા રામોલ વિસ્તારની વાત કરીએ તો અહીયા એક પરિણાતાની તેનાજ ઘરમાં હત્યા થઈ હતી. જેના કારણે આ કેસ ઘણું ચર્ચાનું કારણ બન્યો હતો. હત્યા કરનાર શખ્સ પણ પરિણીતાનો પ્રેમી હતો તેવી માહિતી સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ આરંભી હતી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી.

પોલીસ આ હત્યાની તપાસ કરી રહી હતી ત્યાં ગાયકવાડ હવેલી પાસે પણ સામાન્ય બાબતે બોલાચાલીમાં એક યુવકની છરીના ઉપરાછાપરી ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ નારોલ સર્કલ પાસે પણ અજાણ્યા શખ્સો એક નીર્દોષ મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. જેમા હત્યારાઓ બાઈક પર આવ્યા હતા અને મહિલાને છરીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા. શહેરના ખોખરા વિસ્તારમાં પણ વ્યાજે રૂપિયા ફેરવતા સુબ્રમણી રાજવેર નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જેમા તે રૂપિયાની ઉઘરાણી કરવા જઈ રહ્યો હતો તેજ સમયે તેની હત્યા થઈ હતી. આ સિવાય સરખેજમાં પ્રેમ સંબંધોમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમા આરોપીઓએ હત્યાને અંજામ આપીને લાશને કેનાલમાં ફેકી દીધી હતી.

શહેરના કોટડા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે હત્યા થઈ હતી. જેમા ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જોકે, ચોકાવનારી વાત તો એ છે કે જે શખ્સે યુવકને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો હતો તેજ આરોપી હોવાનું સામે આવ્યું હતું. આમ માત્ર 22 દિવસમાં 8 હત્યા થતા શહેરીજનોમાં ભય ફેલાયો છે, તો બીજીબાજુ અમદાવાદ પોલીસ સબ સલામતનો દાવો કરી રહી છે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઈને ગંભીર સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.

Next Story