Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: NCBને મળી મોટી સફળતા; એરપોર્ટ પર 20 કરોડના કોકિન સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદ: NCBને મળી મોટી સફળતા; એરપોર્ટ પર 20 કરોડના કોકિન સાથે એક શખ્સ ઝડપાયો
X

ગુજરાત NCBને મોટી સફળતા મળી છે. એનસીબી વિભાગે કોકિન સાથે એકની ધરપકડ કરી છે. ૪ કિલો કોકિન સાથે ઈમીગ્રેશન વિભાગમાંથી એક શખ્સ પકડાયો છે. પકડાયેલ આરોપીનું નામ ડેરીક પીલ્લઈ છે. ડેરિક પલ્લઈ એવા પેડલરની ઘરપકડ કરી છે. આરોપી દિલ્હીથી આવતો હતો. 20 કરોડનીનું અંદાજીત કિમંતનુ કોકિન પકડાયું છે.

દોહથી અમદાવાદની ફ્લાઇટમાં કોકિન લઈને અમદાવાદ એરપોર્ટ પર આવવાની ચોક્કસ બાતમીના આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે કોકિનના જથ્થા સાથે આફ્રિકન પેડલર ડેરિક પલ્લઈને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

હાલ NCB એ તેની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે પૂછપરછ દરમિયાન ઘણા એવા ખુલાસાઓ થઈ શકે છે.

Next Story