Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : PM મોદી કરાવશે ખેલ મહાકુંભ-2022નો પ્રારંભ, નવરંગપુરા સ્ટેડિયમ ખાતે તૈયારીઓ શરૂ

આગામી તા. 12 મી માર્ચના રોજ અમદાવાદના નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ખેલ મહાકુંભ-2022ની શરૂઆત કરાશે.

અમદાવાદ : PM મોદી કરાવશે ખેલ મહાકુંભ-2022નો પ્રારંભ, નવરંગપુરા સ્ટેડિયમ ખાતે તૈયારીઓ શરૂ
X

કોરોના કાળના 2 વર્ષ બાદ રાજ્યમાં ખેલ મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. આગામી તા. 12 મી માર્ચના રોજ અમદાવાદના નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ખેલ મહાકુંભ-2022ની શરૂઆત કરાશે. અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કાર્યક્રમને લઈ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ખેલ મહાકુંભ-2022નો આગામી તા. 12મી માર્ચથી પ્રારંભ અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થવાનો છે. જેનું સમગ્ર આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે. જેના પગલે આજથી નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે બન્ને ડેપ્યુટી કમિશનર સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લઇ અને તેમાં કરવામાં આવતી તૈયારી અને સમગ્ર આયોજન બાબતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સ્ટેડિયમમાં રંગરોગાન સાફ-સફાઈ અને રોડ રિપેરિંગ કામગીરી સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાત ખેલ મહાકુંભને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી. જેમાં આ સમગ્ર કાર્યક્રમ અંગેની રૂપરેખા ઘડી દેવામાં આવી હતી, અને અલગ-અલગ અધિકારીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવવાના હોવાથી કોઈપણ પ્રકારની ચૂક ન રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બેઠક વ્યવસ્થાથી લઇ અને પાર્કિંગ, હોર્ડિંગ્સ, બેનરો, સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ રૂમ, સિક્યુરિટી, સ્ટેજ, ગ્રીન રૂમ વગેરે અંગેની તૈયારી શરૂ કરવામાં આવી છે.

Next Story