Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોઈ પણ ફિલ્મ કે શોની લીંક શોશ્યલ મીડિયા પર વાઇરલ કરતાં પહેલા ચેતજો, વાંચો શું છે મામલો

અમદાવાદ: કોઈ પણ ફિલ્મ કે શોની લીંક શોશ્યલ મીડિયા પર વાઇરલ કરતાં પહેલા ચેતજો, વાંચો શું છે મામલો
X

ગુજરાતી ફિલ્મ 'મૃગતૃષ્ણા' રિલીઝ પહેલા ટેલિગ્રામ એપ પર ફરતી કરનાર યુવકને સાઇબર ક્રાઈમે ગણતરીના કલાકોમાં જ પકડી લીધો છે.

પાલડીમાં રહેતા દર્શન ત્રિવેદી છેલ્લા 20 વર્ષથી ફિલ્મ દિગ્દર્શક તરીકે કામ કરે છે. તેણે 2020માં ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા બનાવી હતી. આ ફિલ્મમાં જોડાયેલા અનેક લોકોએ ઘણું મૂડીરોકાણ કર્યં હતું અને ફિલ્મ રિલીઝ કરવાની હતી. જો કે તે દરમિયાન કોરોના આવી જતા રિલીઝ પાછી ઠેલવાઈ હતી. દરમિયાન ગત 24મીના રોજ દર્શન ત્રિવેદીને તેમના એક મિત્ર થકી જાણ થઈ હતી કે તેમની ફિલ્મ 'મૃગતૃષ્ણા' લીક થઈ ગઈ છે અને ટેલિગ્રામ એપથી ડાઉનલોડ કરી શકાય છે.

આ અંગે તેમણે સાઇબર ક્રાઈમના જેસીપી પ્રેમવીરસિંગ યાદવને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.ઈન્ચાર્જ ડીસીપી મુકેશ પટેલ અને એસીપી જે.એમ. યાદવે આ મામલે ઝડપી તપાસ કરવા પીઆઈ એમ.એન.દેસાઈને તપાસ સોંપી હતી. પોલીસે ટેક્નિકલ એનાલિસિસ કરીને ગણતરીના કલાકોમાં આરોપી શક્તિ બળવંતસિંહ ગોહિલ ( ઉં.25, રહે. સ્વસૃષ્ટિ સોસાયટી, વસ્ત્રાલ)ની આ ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી ની ધરપકડ બાદ તપાસ કરતા આરોપીના મોબાઈલમાંથી કોન બનેગા કરોડપતિ , કપિલ શર્મા શો , બિગ બોસ , જેવી ખ્યાતનામ શોની લિંક પણ તેની ચેનલ ઉપર અપલોડ કરી ડોનેશનના નામે પૈસા પડાવતો હોવાનું પણ સામે આવ્યું છે.આરોપી નાની ઉંમરે જલ્દી અને વધુ પૈસા કમાવવાની લાલચે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું કૃત્ય કરતો હોવાનું પોલીસ પૂછપરછ માં સામે આવ્યું છે..હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી આના સિવાય કેટલીક વધુ કોઈ ફિલ્મ ની કોપી રાઈટ કરીને ચીટીંગ આચરી છે કે કેમ સાથે જ અત્યાર સુધી માં કેટલા રૂપિયાની ચીટીંગ આચરી છે તેને લઈને તપાસ શરૂ કરી છે.

Next Story