Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસકર્મીઓ સામે દંડાત્મક કાર્યવાહી, 128 કેસ કરી રૂ. 57 હજાર વસૂલાયા...

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા જ પોલીસકર્મીઓ સામે તવાઈ બોલાવવાની અનેક હકીકતો સામે આવી છે.

અમદાવાદ : ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસકર્મીઓ સામે દંડાત્મક કાર્યવાહી, 128 કેસ કરી રૂ. 57 હજાર વસૂલાયા...
X

અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ પોલીસકર્મીઓ પણ નિયમનો ભંગ કરી શિસ્ત ભંગ કરતાં જણાતા હવે તેઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરવા માટે ડ્રાઈવ રાખવામાં આવી હતી. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા જ પોલીસકર્મીઓ સામે તવાઈ બોલાવવાની અનેક હકીકતો સામે આવી છે. પોલીસે કરેલી કાર્યવાહીમાં પોલીસ જ અનેક ધાર્મિક નામો અને પોલીસ લખેલા બોર્ડ સહિત સ્ટીકર મારી ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે સૌથી વધુ હેલ્મેટ ન પહેરી અને બ્લેક ફિલ્મ લગાવવાના દંડ વસુલવામાં આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ટ્રાફિક પોલીસ અલગ અલગ પ્રકારની ડ્રાઈવ કરી રહી છે. જેમાં ગણતરીના દિવસોમાં પોલીસ સામે થયેલી કાર્યવાહીની વાત કરીએ તો હેલ્મેટ ન પહેરી વાહન ચલાવનાર 95 પોલીસકર્મીઓ, લાયસન્સ વગર વાહન ચલાવનાર 1 પોલીસકર્મી, HSRP નંબર પ્લેટ વગર વાહન ચલાવનાર 1 પોલીસકર્મી, પોલીસનું બોર્ડ મારી વાહન ચલાવનાર 18 પોલીસકર્મી, ડાર્ક ફિલ્મ સાથે કાર ચલાવનાર 9 કર્મી, નંબર પ્લેટ વગર વાહન ચલાવનાર 1 પોલીસકર્મી અને સીટ બેલ્ટ વગર કાર ચલાવનાર 3 પોલીસકર્મીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. આમ કુલ 128 કેસ કરી 57,300 રૂપિયા દંડની વસુલાત કરાય છે, ત્યારે લોકોને નિયમો પડાવનાર પોલીસ પાસેથી જ આટલી મોટી દંડની રકમ વસૂલાય હોવાનું સામે આવ્યું છે. હજુ આગામી સમયમાં કડકપણે પોલીસકર્મીઓ નિયમોનું પાલન કરે તે વાત ધ્યાન રખાશે તેવો દાવો ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

Next Story