Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી પૂર્વે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ કરાયું, જુઓ કેવી છે તૈયારીઓ...

અમદાવાદ શહેરમાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ યોજાયું હતું.

X

દેશભરમાં આવતીકાલે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે અમદાવાદમાં જિલ્‍લા કક્ષાના રાષ્‍ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરવામાં આવશે, ત્યારે જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.

અમદાવાદ શહેરમાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ યોજાયું હતું. અમદાવાદના શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલન હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. જે બાદ આરોગ્ય મંત્રી પરેડનું નિરીક્ષણ કરશે, તથા સલામી કૂચ પણ નિહાળશે. 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે શાળાના બાળકો વિદ્યાર્થીઓ યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. ધ્વજવંદન સમારોહમાં રજૂ થનાર પરેડમાં વિવિધ પ્લાટુન સલામી કૂચ પણ કરશે. આ અવસરે સ્વાતંત્ર્ય સેનાનીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમના અંતે મંત્રી તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે, ત્યારે યોજાયેલ રિહર્સલમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story