Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : અસામાજિક તત્વોનો આતંક, હપ્તો ન આપતા દુકાનદાર પર કર્યો હુમલો...

અસામાજિક તત્વોમાં હવે પોલીસનો ડર અને ખૌફ ઓછો થતો હોય એવું લાગી રહ્યું છે. પાલડી વિસ્તાર કે, જ્યાં અસામાજિક તત્વોએ હપ્તા માટે એક વ્યક્તિના માથમાં કાચની બોટ ફોડી ચપ્પાથી હુમલો કર્યો હતો.

અમદાવાદ : અસામાજિક તત્વોનો આતંક, હપ્તો ન આપતા દુકાનદાર પર કર્યો હુમલો...
X

અમદાવાદમાં અસામાજિક તત્વોમાં હવે પોલીસનો ડર અને ખૌફ ઓછો થતો હોય એવું લાગી રહ્યું છે. પાલડી વિસ્તાર કે, જ્યાં અસામાજિક તત્વોએ હપ્તા માટે એક વ્યક્તિના માથમાં કાચની બોટ ફોડી ચપ્પાથી હુમલો કર્યો હતો.

પાલડીના શાંતિવન વિસ્તારમાં 1 હજાર હપ્તો ન આપતાં અસામાજિક તત્ત્વોએ ફેરિયાના માથામાં સોડાની બોટલ મારી હતી અને ચપ્પાથી હુમલો કરી ગાળો બોલી ધમકી આપી હતી કે, અહીં ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે, એમ કહી પોતાની દાદાગીરી ચલાવે છે. પાલડીના યશ નિધિ ફ્લેટમાં રહેતા ભુગલેશકુમાર શર્મા ફૂટપાથ પર સોડા શોપ ધરાવે છે. તા. 27 માર્ચે પાલડીમાં જ રહેતા ગૌતમભાઈના છોકરાએ આવીને કહ્યું હતું કે, જયમીન બાપુ સાથે ફોન પર વાત કરી લો, જેથી ભુગલેશકુમારે ફોન કરતા સામે વાળાએ કહ્યું હતું કે, હું જયમીન બાપુ બોલું છું, અને તારી પાસે આવેલા છોકરાને રૂ. 100 આપી દે, નહીં તો તારો ધંધો બંધ કરાવી દઈશ.

ત્યાર બાદ રાતે 11 વાગ્યે જયમીન દવે અને જય ઉર્ફે બાટલો પૂજારા ભુગલેશની સોડા શોપ પર આવ્યા હતા ત્યારે જયમીને તેમણે કહ્યું હતું કે, ફટાફટ એક હજાર આપી દે નહીં તો તારો ધંધો બંધ કર. પૈસા આપવાની ના પાડતા બંને ભુગલેશભાઈના માથામાં કાચની સોડાની બોટલ મારી હતી. જેથી ઈજાગ્રસ્ત ભુગલેશે આ અંગે પાલડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જય ઉર્ફે બાટલા વિરુદ્ધ આ જ રીતે લારીવાળા-ફેરિયા પાસેથી જબરદસ્તીથી પૈસા કઢાવવા અને મારામારીના ગુના નોંધાયેલા છે. પરંતુ પોલીસ તેને પકડી શક્તિ નથી કે, પછી પકડવા માંગતી નથી તેવા લોકોના મનમાં સવાલો ઊભા થયા છે.

Next Story