Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: મહાનગર પાલિકાએ કરોડો રૂપિયાનો ટેક્સ નહીં ભરનાર ડિફોલ્ડરોનું લિસ્ટ જાહેર કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવે છે. આ ટેક્સની મદદથી કોર્પોરેશન જનતાના અનેક પ્રશ્નો દૂર કરવા માટે કામ કરતી હોય છે

અમદાવાદ: મહાનગર પાલિકાએ કરોડો રૂપિયાનો ટેક્સ નહીં ભરનાર ડિફોલ્ડરોનું લિસ્ટ જાહેર કર્યું
X

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવે છે. આ ટેક્સની મદદથી કોર્પોરેશન જનતાના અનેક પ્રશ્નો દૂર કરવા માટે કામ કરતી હોય છે પરંતુ અનેક એવા લોકો છે જેમને ઘણો મોટો પ્રોપટી ટેક્સ ભરવાનો બાકી છે જે કુલ 102 જેટલા મોટા ડિફોલ્ટરોની યાદી જાહેર કરવામાં આવી છે જેઓએ કરોડો રૂપિયાનો ટેક્સ હજુ સુધી ભર્યો નથી અથવા તો ટેક્સ ભરવાની દાનત નથી દર્શાવી. આ યાદીમાં સૌથી મોખરે નામ છે ગુજરાત યુનિવર્સિટીના ગાંધી કોર્પોરેશનનું. જેમનો 12 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. વધુમાં ગુજરાત જીનિંગ કંપનીનો સૌથી વધુ ટેક્સ બાકી છે તો ગ્રીન ક્રોસ સોસાયટી, શેઠ મંગલદાસ, વેસ્ટન રેલવે ઉપરાંત રાજનગર કોર્પોરેશન પણ ડિફોલ્ટરની યાદીમાં છે.મહાનગર પાલિકાએ બાકી પ્રોપર્ટી ટેક્સ સિલિંગ મામલે એક મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે.

મહાનગર પાલિકાએ 1 લાખથી વધુની બાકી રકમ પર કાર્યવાહી માટે SOP બનાવવા સાથે વ્યાજ માફી અથવા બિલ રકમ ના બે હપ્તા કરવાનો એક જ ઓપ્શન આપવા નિર્ણય કર્યો છે. જેમાં પુરે પુરી રકમ ભરે તો વ્યાજ માફી મળશે. જે બે હપ્તા કરશે તો વ્યાજ માફ નહીં થાય. આ મામલે સિલિંગ કાર્યવાહીનો ઝોન અધિકારીને રિપોર્ટ થશે. આવામાં જો ગેરરીતિ સામે આવશે તો કાર્યવાહી થશે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ટેક્સ બાકી હોય તેવી 2751 એકમો સીલ કરાયા છે. હવે આગામી સમયમાં 50 હજારની ટેક્સ બાકી મામલે કાર્યવાહી થશે.પહેલી ફેબ્રુ.થી મહાપાલિકા એ હાથ ધરેલી સીલીંગ ઝુંબેશ દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી 300થી વધુ એવી મિલકતો સીલ કરાઈ છે.AMC પ્રોપર્ટી ટેક્સમાં 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2022 સુધી એમ ત્રણ મહિના માટે વ્યાજ માફી સ્કીમ અમલમાં મૂકી છે. માફીની રાહત અપાતી હોવા છતાં કેટલાક ટેક્સ પેયરો ટેક્સ ન ભરતાં કોર્પોરેશને આવા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.1 ફેબ્રુઆરીથી સિલિગ ઝુંબેશ શરૂ કરાઈ છે.

એકમનું નામ અને બાકી રકમ

કાલુપુર રેલવે સ્ટેશન - 111710802

અદાણી ગેસ - 18851354

રેલવે સ્ટેશન પાર્કિંગ પે એન્ડ પાર્ક - 16856992

એન્ટી હાઉસ જહાંગીર મિલ કમ્પાઉન્ડ - 16189715

સદવિચાર પરિવાર - 13600706

ડીઆરએમ ઓફિસ - 11654882

ટ્રાન્સસ્ટેડિયા પ્રાઇવેટ લી. કાંકરિયા - 61942855

પુરુષોત્તમ ભોગીલાલ ગોમતીપુર - 5961842

ચંચલ પાર્ટી પ્લોટ - 20387368

આસ્થા ઉપવન - 20279168

શિવ શક્તિ પાર્ટી પ્લોટ - 18525437

મંગુ બા પાર્ટી પ્લોટ - 12639716

ટેલિકોમ ભવન નવરંગપુરા - 11646293

ગાંધી કોર્પોરેશન - 122826919

Snap deal કુરિયર - 15626807

ગુજરાત ક્રિકેટ એસોસિએશન - 9151931

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી - 6703328

કેશવબાગ ફાર્મ - 4633837

શેલબી - 39881485

Next Story