Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: બે લોકોની એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ,ત્રણ વર્ષથી કરતાં હતા ગેરકાયદેસર વેપલો

અમદાવાદ શહેરમાં ડ્રગ્સની બધી દૂર થાય તે માટે સ્થાનિક પોલીસ ઉપરાંત અલગ અલગ એજન્સીઓ પણ હવે કામે લાગી છે.

અમદાવાદ: બે લોકોની એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ,ત્રણ વર્ષથી કરતાં હતા ગેરકાયદેસર વેપલો
X

અમદાવાદ શહેરમાં ડ્રગ્સની બધી દૂર થાય તે માટે સ્થાનિક પોલીસ ઉપરાંત અલગ અલગ એજન્સીઓ પણ હવે કામે લાગી છે. છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ખરીદી અલગ અલગ જગ્યાએ છૂટક વેચાણ કરતા ડ્રગ્સ પેડલર સામે પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંચવટી પરિમલ ગાર્ડન પાસેથી બે ડ્રગ્સ પેડલરોને 19.900 ગ્રામ મેફેડ્રોન ના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વટવા શાહિદ ઉર્ફે રાજા બિલ્લી શેખ અને નવરંગપુરા નો ફૈઝલ શેખ એલિસ બ્રિજ પરિમલ ગાર્ડન પાસે પંચવટી તરફ જતા ફુટપાટ પર ભેગા થવાના છે. જ્યાં ફૈઝલ શેખ શાહીદ ઉર્ફે રાજા બિલ્લીને પોતાના ધંધા માટે મંગાવેલો એમડી જથ્થો લાવી આપનાર છે.

જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસે 19.900 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આરોપી શાહિદ ઉર્ફે રાજા બિલ્લી અને ફૈઝલ શેખ ભેગા મળી છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર રીતે મેફેડ્રોન નો જથ્થો વોન્ટેડ આરોપી દાણીલીમડાના રહેવાસી શાબાસ ખાન ઉર્ફે ટીપુ પઠાણ પાસેથી લાવી અમદાવાદ શહેરમાં વેચાણ કરે છે. આરોપી ફૈઝલ શેખ ડ્રગ્સનો જથ્થો શાબાસ ખાન પઠાણ પાસેથી લાવીને શાહિદ ઉર્ફે રાજા બિલ્લીને આપવા માટે આવ્યો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો છે આરોપી શાહિદ ઉર્ફે રાજા બિલ્લી સામે અગાઉ વટવા, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ચૂક્યા છે. ત્યારે પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરુ કરી છે

Next Story