Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: વ્હિકલ ટેક્સ સમયસર ભરવા તાકીદ,વ્યાજ સાથે દંડ વસુલ કરાશે

અમદાવાદ મહાનગર પાલિકા (AMC) વ્હિકલ ટેક્ષ (vehicle tax) ન ભરનાર સામે કાર્યવાહી કરવાનું વિચારી રહી છે.

અમદાવાદ: વ્હિકલ ટેક્સ સમયસર ભરવા તાકીદ,વ્યાજ સાથે દંડ વસુલ કરાશે
X

અમદાવાદ મહાનગર પાલિકા (AMC) વ્હિકલ ટેક્ષ (vehicle tax) ન ભરનાર સામે કાર્યવાહી કરવાનું વિચારી રહી છે.AMCની તપાસ મા ચોંકાવનારી માહિતી સામે આવી છે. વર્ષ 2019 માં અનેક લોકોએ વ્હીકલનો ટેક્ષ મહાનગર પાલિકાને ભર્યો નથી. આ વ્હીકલ માલિકોને નોટિસ આપવામાં આવી છે . જો સમય મર્યાદા ટેક્ષ નહી ભરે તો વ્યાજ સાથે દંડ વસુલાત કરવામાં આવશે.શહેરમાં વ્હિકલ ટેક્ષ બાકી હોય તેવા ટેક્ષ કરદાતાઓને નોટિસ અપાઈ છે. જો આ કરદાતાઓ ટેક્ષ નહી ભરે તો તેઓ પાસે વ્યાજ સાથે દંડ વસૂલ કરાશે. બાકી વ્હીકલ ટેક્ષ ઉપર પ્રોપર્ટી ટેક્ષની જેમ વ્યાજ તથા દંડની જોગવાઇ કરવા માટે પ્રક્રિયા ખાતા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જેનો અમલ થયા બાદ બાકી વ્હીકલ ટેક્સ ઉપર કાયદાની રૂએ વ્યાજ દંડ વસૂલ કરવામાં આવશે.વ્હીકલ ટેક્સ ભરેલ છે કે કેમ તે અંગે સતત વેરીફીકેશન ઝુંબેશ શરૂ કરેલ છે . જે અંતર્ગત આર.ટી.ઓ સુભાષબ્રિજ તથા આર.ટી. ઓ વસ્ત્રાલના ડેટાની સાથે વ્હીકલ ટેક્ષના ડેટામાં કોસ વેરિફિકેશન કરવામાં આવેલ છે. સદર ઝુંબેશ અંતર્ગત આર.ટી.ઓ સુભાષબ્રિજના સને ૨૦૧૯માં કુલ ૧,૭૨,૧૩૮ વાહનો પૈકી અંદાજે ૨૪,૪૮૭ જેટલા વાહનોનો ટેક્ષ ભરાયેલ જણાતો નથી. તે પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુની હદ વિસ્તારના ૧૯૦૬૮ વાહનો જણાય છે. સદ૨ પૈકી ૧૩૭૯૮ મોટરસાયકલ , ૨૪૭૪ મોટરકાર તથા ૨૭૯૬ અન્ય વાહનો છે . જે વાહનોના અંદાજે રૂપિયા ૧૨.૧૪ કરોડ જેટલી વ્હીકલ ટેક્સની રકમ થાય છે . તે ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આસપાસના વિસ્તારના કુલ ૫૪૧૯ વાહનો પૈકી ૨૫૫૫ મોટરસાયકલ , ૨૩૬૦ મોટરકાર તથા ૫૪ અન્ય વાહનો જણાય છે જે વાહનોના અંદાજે રૂા .૫.૭૮ કરોડ જેટલી વ્હીકલટેક્ષની ૨ કમ થાય છે . આ તમામ વાહનના માલિકોને નોટિસ આપી વ્હીકલ ટેક્સ ની વસુલાત કરવામાં આવશે. તેમજ જો વ્હીકલ ટેક્ષ ભરેલ જણાય તો નોટિસ રદ કરવામાં આવશે . અન્યથા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Next Story