Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : માસ્ક પહેરજો બાકી દંડ ભરવા રહેજો તૈયાર, કોરોનાના વધતાં જતાં કેસો સામે AMCનો નિર્ણય

રાજ્યમાં ફરી વાર કોરોના સંકટ ઉભું થયું છે અને આંકડા પણ સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે

અમદાવાદ : માસ્ક પહેરજો બાકી દંડ ભરવા રહેજો તૈયાર, કોરોનાના વધતાં જતાં કેસો સામે AMCનો નિર્ણય
X

રાજ્યમાં ફરી વાર કોરોના સંકટ ઉભું થયું છે અને આંકડા પણ સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે ત્યારે શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યા, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર જે લોકો માસ્ક નહીં પહેરે તેઓને AMCની ટીમ દંડ ફટકારશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અને કોરોનાની ગાઇડલાઇન નું ચેકિંગ શરૂ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરનારા સામે દંડ ની કાર્યવાહી કરવામાં આવશે, સમગ્ર દેશ અને રાજ્ય માં ધીરે-ધીરે હવે કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ગઇકાલે કોરોનાના નવા 140 કેસ નોંધાયા હતા. રાજ્યમાં સતત પાંચમાં દિવસે 100 કરતા વધુ કેસ સામે આવ્યા હતા. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 81 જેટલાં કેસ નોંધાયા હતા. ત્યારે હોવાથી અમદાવાદના જાહેર સ્થળો અને ભીડભાડવાળી જગ્યા તેમજ મોલ, મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતની જગ્યાઓ ઉપર માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોરોનાની ગાઇડલાઇન નું ચેકિંગ હાથ ધરવામાં આવશે. કોરોના ગાઈડલાઈન નો ભંગ કરનારા સામે દંડ ની કાર્યવાહી કરાશે. જેથી હવે ફરીવાર લોકોએ માસ્ક પહેરવું પડશે. જે પણ વ્યક્તિએ માસ્ક નહિ પહેર્યું હોય તેઓની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.

Next Story