Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદને મળશે 40 કિમીની મેટ્રોની ભેટ, કામગીરી પુરજોશમાં શરૂ

શહેરમાં 40 કિમી કોરિડોર નું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. આથી, થલતેજ સુધીનો મેટ્રો ટ્રેન નો રૂટ જલ્દી શરૂ થઈ શકે છે.

અમદાવાદને મળશે 40 કિમીની મેટ્રોની ભેટ, કામગીરી પુરજોશમાં શરૂ
X

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા અનેક જિલ્લાને રાજ્ય સરકાર વિકાસ કાર્યોની ભેટ આપી રહી છે ત્યારે સૌથી મોટા મહાનગર અમદાવાદને પણ મેટ્રો ટ્રેનની ભેટ મળશે અમદાવાદ મેટ્રો ટ્રેનની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો ટ્રેનનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. થલતેજ રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

શહેરમાં 40 કિમી કોરિડોર નું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. આથી, થલતેજ સુધીનો મેટ્રો ટ્રેન નો રૂટ જલ્દી શરૂ થઈ શકે છે. ઓગસ્ટ માસ સુધીમાં વધુ એક રૂટ પર મેટ્રો ટ્રેન શરૂ થઈ શકે છે. આથી કહી શકાય કે વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદવાસીઓ મોટી ભેટ મળશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સાબરમતી નદી પરના ગાંધી બ્રિજ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરાયું હતું.મેટ્રો ટ્રેન પ્રથમ તબક્કામાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીનો સમાવેશ થાય છે. ગ્યાસપુર ડેપોનું કામ પૂર્ણ થઇ ગયેલ છે તથા મેટ્રો ટ્રેનના ટ્રાયલ ની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ, 2022 માં કરવામાં આવી હતી. ત્યારબાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવી હતી. 20 મે 2022 ના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ હાથ ધરાયું હતું

Next Story