Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નિકોલ ખાતે યોગ શિબિર યોજાઇ, બાબા રામદેવ દ્વારા લોકોને યોગા કરવા આહવાન

અમદાવાદમાં નિકોલ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

X

અમદાવાદમાં નિકોલ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ યોગ શિબિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને યોગ ગુરુ બાબા રામદેવ હાજર રહ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અમદાવાદમાં આજરોજ યોગ શિબિર યોજાઇ હતી. જેમાં યોજાયેલ યોગ શિબિરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યોગ કર્યા હતા. તેમજ બાબા રામદેવ દ્વારા લોકોને યોગા કરવા આહવાન કરવામાં આવ્યું હતું તેમજ યોગથી થતા ફાયદા અંગે રામદેવે જણાવ્યું હતું. ત્યારે અમદાવાદમાં આ વર્ષે 1 લાખ કરતા વધુ લોકો યોગમાં જોડાયા છે. યોગ કરવાથી તન મન અને શાંતિ પ્રાપ્ત થાય છે. યોગ કરવાથી સ્વસ્થ શરુ રહે છે. તે માટે અને હાલના લોકોની જે જીવન શૈલી થઈ ગઈ છે તે જોતા યોગ ખુબજ જરૂરી બન્યા છે. જેઠથી લોકોને ઘણી બીમારીઓ દૂર થાય છે. એવું પણ યોગવીરો માની રહ્યા છે. 21 જૂન વિશ્વ યોગ દિવસ છે ત્યારે તેની ઉજવણીના ભાગ રૂપે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Next Story