Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદની સૌથી મોટી ઠગાઈ, 26 કરોડની ફરિયાદ નોંધાતા ખળભળાટ,જાણો સમગ્ર મામલો..

અમદાવાદ ગાલા પ્રિન્ટ સિટીના MD સાથે કરોડની ઠગાઇની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

અમદાવાદની સૌથી મોટી ઠગાઈ, 26 કરોડની ફરિયાદ નોંધાતા ખળભળાટ,જાણો સમગ્ર મામલો..
X

સાયબર ક્રાઇમના ઈતિહાસમાં રાજ્યમાં સૌથી મોટી રકમની ઠગાઈની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. અમદાવાદના ગાલા પ્રિન્ટ સિટીના MD સાથે કરોડોની ઠગાઈ થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ગાલા પ્રિન્ટ સિટીના MD તમિલનાડુ ટેક્સ બુક કોર્પોરેશન ટેન્ડર અપાવવાના બહાને ઠગાઈ કરાઈ છે. ગાલા પ્રિન્ટ સિટીના MDએ 26 કરોડ 78 લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાવી છે...

અમદાવાદ ગાલા પ્રિન્ટ સિટીના MD સાથે કરોડની ઠગાઇની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રિન્ટિંગ પ્રેસ ના વ્યવસાય સાથે સંકળાયેલા ગાલા પ્રિન્ટ સિટીના MD સાથે તમિલનાડુ ટેક્સ બુક કોર્પોરેશન ટેન્ડર અપાવવાના બહાને ઠગાઈ થઈ છે. આ સાથે રો મટીરીયલ્સ માંથી પણ 15-20% કમિશન આપવાના બહાને છેતરપિંડી થતાં હડકંપ મચી ગયો છે. જોકે હાલ તો સાયબર ક્રાઇમ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. સાથે કરોડોની છેતરપિંડી કેસમાં અનેક ચોંકાવનારી બાબત સામે આવી છે.

વિગતો મુજબ ગાલા પ્રિન્ટ સિટીના MD તમિલનાડુ ટેક્સ બુક કોર્પોરેશન ટેન્ડર અપાવવાની લાલચ અપાઈ હતી. આ સાથે રો મટીરીયલ્સ માંથી પણ 15-20% કમિશન આપવાનું કહ્યું હતું. જે બાદમાં ફરિયાદીને વિશ્વાસમાં લેવા એડવાન્સ રકમ પણ ચૂકવી હતી. અને બાદમાં ઇસમોએ કરોડોની છેતરપિંડી કરી હતી. જેને લઈ હવે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Next Story