Connect Gujarat
અમદાવાદ 

AIMIM નેતા દાનિશ કુરેશી ભાન ભૂલ્યા જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મુદ્દે વિવાદિત પોસ્ટ

જ્ઞાનવાપી મસ્જિદ ને લઈને શરૂ થયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે જે સ્થાન પર શિવલિંગ મળ્યું છે

AIMIM નેતા દાનિશ કુરેશી ભાન ભૂલ્યા જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મુદ્દે વિવાદિત પોસ્ટ
X

જ્ઞાનવાપી મસ્જિદ ને લઈને શરૂ થયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે જે સ્થાન પર શિવલિંગ મળ્યું છે, તેને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. પરંતુ હાલ સમગ્ર દેશમાં જ્ઞાનવાપી મસ્જિદ ને લઈને ઉઠેલા વંટોળ વચ્ચે અમદાવાદના AIMIM ના નેતા દાનિશ કુરેશીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરીને બળતામાં ઘી હોમ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ AIMIM નેચા દાનિશ કુરેશીએ વિવાદિત પોસ્ટ કરીને ગુજરાત જ નહીં, સમગ્ર દેશના હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. જ્ઞાનવાપી મસ્જિદ માંથી મળેલા શિવલિંગને લઈ AIMIM નેચા દાનિશ કુરેશીએ પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર દાનિશ કુરેશીએ અશ્લીલ પોસ્ટ મૂકી છે. હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટથી કુરેશી સામે રોષ ફાટી નીકળ્યો છે. અશ્લીલ પોસ્ટ અમે આપને આખી બનાવી શકીએ તેમ પણ નથી. તે હદ સુધી AIMIM દાનિશ કુરેશીએ વિવાદિત પોસ્ટ કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે આગામી સુનાવણી માટે અમે વારાણસીના ડીએમને આદેશ આપીએ છીએ કે શિવલિંગ મળનાર સ્થાનની સુરક્ષા કરવામાં આવે, પરંતુ મુસ્લિમોને નમાઝ પઢવામાં કોઈ સમસ્યા ન આવવી જોઈએ. આ સાથે જ્ઞાનવાપી મસ્જિદ ના સર્વે પર પ્રતિબંધ લગાવવાની સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે.

Next Story