Connect Gujarat
અમદાવાદ 

હાઇકોર્ટના આદેશ બાદ AMCની કડક કાર્યવાહી, 148 કોમર્શિયલ એકમ સીલ

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં BU પરમિશન વગરના ચાલતા એકમો સામે AMCએ લાલ આંખ કરી છે.

હાઇકોર્ટના આદેશ બાદ AMCની કડક કાર્યવાહી, 148 કોમર્શિયલ એકમ સીલ
X

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં BU પરમિશન વગરના ચાલતા એકમો સામે AMCએ લાલ આંખ કરી છે. જેમાં AMCએ સપાટો બોલાવી સરખેજ ઉજાલા અને નવરંગપુરાની હેલ્ધી માઈન્ડ હોસ્પિટલ સહિત અમદાવાદના 148 કોમર્શિયલ એકમો સીલ કરી દીધા છે.

રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે સુનાવણી દરમિયાન મોટો આદેશ આપતા હાઈકોર્ટે કહ્યું હતુ કે SCના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફ્ટી અને BU પરમિશન વગરના એકમો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે. વધુમાં હાઇકોર્ટે એ પણ ટાંક્યું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ એ પછી કોઈપણ હોય. હાઇકોર્ટના આ મહત્વના આદેશ બાદ ફાયર સેફ્ટી અને BU પરમિશન વગર ચાલતા એકમો સીલ કરવાનું અભિયાન હાથ ધરાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની અંદર આવેલી કેટલીક બિલ્ડિંગો બીયુ પરમિશન વગર અને ફાયર એનઓસી વગર ઊભી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે થયેલી અરજી પરની સુનાવણી માં ગુજરાત હાઇકોર્ટે આવા એકમો પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે

Next Story