Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલના RMOની ધરપકડ,જાણો સમગ્ર મામલો

રાજ્યની ખ્યાતનામ હોસ્પિટલ યુ.એન.મહેતા હોસ્પિટલ ના RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલના RMOની ધરપકડ,જાણો સમગ્ર મામલો
X

રાજ્યની ખ્યાતનામ હોસ્પિટલ યુ.એન.મહેતા હોસ્પિટલ ના RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની ધરપકડ કરવામાં આવી છે. કૌશિક બારોટ સામે આરોપ છે કે તેઓ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી હોસ્પિટલ તેમજ અન્ય લોકોની બદનામી કરતા હતા. હોસ્પિટલને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કરતા RMO વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

હોસ્પિટલના બદનામ કરતી પોસ્ટ સતત સોશિયલ મીડિયામાં વાયરલ થતી હતી આ બાબતની ફરિયાદ હોસ્પિટલના ડાયરેક્ટર આર.કે પટેલ અમદાવાદ સાયબર ક્રાઇમને કરતાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હોસ્પિટલના આરએમઓ ડોકટર કૌશિક બારોટની ધરપકડ કરી છે.અમદાવાદ સાયબર ક્રાઇમના DCP અમિત વસાવાનું કહેવું છે કે, 'તેઓ મોબાઇલમાં એવી એપ્લિકેશન રાખતા હતા કે જેમાં સામેવાળી વ્યક્તિને તેઓ ફોન કરો તો મોબાઈલ નંબર ન દેખાય પરંતુ પોતાની જગ્યાએ કોઈ યુવતી નો અવાજ જાય, જેનાથી કોઈ બીજાની બદનામી થઈ શકે. આ બાબત અમારા ધ્યાને આવી છે અને હાલમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓની ધરપકડ બાદ માલુમ પડ્યું કે તેઓ બીજાના નામે સીમકાર્ડ રાખતા હતા.

Next Story