Connect Gujarat
અમદાવાદ 

કિશન ભરવાડ હત્યા કેસમાં અમદાવાદના મૌલાનાની ધરપકડ બાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ

માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરવામાં આવી છે.

કિશન ભરવાડ હત્યા કેસમાં અમદાવાદના  મૌલાનાની ધરપકડ બાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ
X

અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ પુછપરછમાં દરમિયાન મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો.તેમજ મૌલાના કટ્ટરવાદી સ્પીચ આપીને યુવકોને ભડકાવતો હતો.જેને લઈને પોલીસે કટ્ટરવાદી સંગઠન અંગે પણ તપાસ કરી છે.

બીજી બાજુ ધોળકા હત્યા કેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ગુજરાત ATS પણ જોડાઈ છે. કેસમાં અમદાવાદ અને મુંબઈના મૌલવીના નામ સામે આવતા બંને તપાસ એજન્સી તપાસ તેજ કરી છે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણની, તેમજ મુખ્ય સૂત્રધાર મૌલાનાની પણ ધરપકડ કરવામાં આવી છે. બાદમાં આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં જ્યાં કોર્ટે શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

Next Story