Connect Gujarat
અમદાવાદ 

સીએમ ભુપેન્દ્ર પટેલે સાણંદ ખાતે ગૃહમંત્રી અમિત શાહના જન્મ દિવસની છાત્રાલયની કન્યાઓ સાથે કરી ઉજવણી

દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે ત્યારે સાણંદ તાલુકામાં આવેલી ભગિની કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં સીએમ પહોંચ્યા હતા.

X

ગૃહમંત્રી અમિત શાહના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલી ભગિની કન્યા છાત્રાલય ખાતેના કાર્યક્રમમાં હાજર આપી બાળાઓ સાથે મળીને ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની ઉજવણી કરી હતી.

દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે ત્યારે સાણંદ તાલુકામાં આવેલી ભગિની કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં સીએમ પહોંચ્યા હતા. સાથે જ અમદાવાદ જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા, ભગિની કન્યા છાત્રાલયના ટ્રસ્ટીશ્રીઓ અને સાણંદ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ અમિત શાહના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીના હસ્તે દીકરીને ગણવેશ વિતરણ કર્યું હતું. જેમાં મુખ્યમંત્રીનો દીકરીઓ માટેનો વ્હાલ પણ જોવા મળ્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ દીકરીઓની જરૂરિયાત વહેલામાં વહેલી તકે પુરી કરવા પણ ટકોર કરી હતી.

Next Story