Connect Gujarat
અમદાવાદ 

ચૂંટણી મોડ ઓન : CMએ થલતેજ વોર્ડની મુલાકાત લઈ ચાય પે ચર્ચા કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ચૂંટણી મોડ ઓન : CMએ થલતેજ વોર્ડની મુલાકાત લઈ ચાય પે ચર્ચા કરી
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દર વખતની જેમ ચૂંટણી માટે માઈક્રો પ્લાનિંગ શરૂ કરી દીધું છે. ચૂંટણીને લઈ ભાજપની આવી જ એક રણનીતિ સામે આવી છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રીએ થલતેજ વોર્ડની મુલાકાત લઈ વોર્ડના કાર્યકરો અને લોકો સાથે ચા નાસ્તો કરી ચાય પે ચર્ચા કરી હતી.

સંવાદની સાથે સાથે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાર્યકરોને તૈયાર રહેવાનો ઈશારો પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ કર્યો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી રહ્યું છે. આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની હોઈ ભાજપ કોંગ્રેસ ચૂંટણી હાથ વેંત દૂર લાગી રહી છે.

ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જ કોંગ્રેસે હાલમાં દ્વારકામાં ચિંતન શિબિર યોજી હતી.રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણીની રણનીતિ ઘડી હતી. ત્યારે બીજી તરફ ભાજપ એ પણ ચૂંટણીની તૈયારી ક્યારની શરૂ કરી દીધી છે. જેમાં હવે વોર્ડમાં જઇ કાર્યકરો સાથે બેસી ચા નાસ્તો કરવો અને સંવાદ કરવો એ ચૂંટણીની રણનીતિ નો જ એક ભાગ છે. લોકો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી

જેમાં લોકોને પડતા રોડ રસ્તાઓની તકલીફો દૂર કરવા કોર્પોરેશનની અલગ અલગ કમિટી મન ચેરમેનને પણ સાથે રાખ્યા હતા. આ ઉપરાંત આગામી 11 અને 12 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે દરેક કાર્યકર આ કાર્યક્રમમાં હાજર રહે અને પ્રધાનમંત્રી નું અભિવાદન થાય તેવી પણ અપીલ કરવામાં આવી હતી.

Next Story