Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ પોલીસ કમિશ્નર અને ઇન્ચાર્જ CP વચ્ચે વિવાદ !, વાંચો શું છે મામલો

ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે અજય ચૌધરીએ કરેલા બદલીના હુકમો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રદ્દ કરી દીધા છે.

અમદાવાદ પોલીસ કમિશ્નર અને ઇન્ચાર્જ CP વચ્ચે વિવાદ !, વાંચો શું છે મામલો
X

અમદાવાદમાં પોલીસ કમિશનર અને જેસીપી વચ્ચેનો ગજગ્રાજ સામે આવ્યો છે.ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે અજય ચૌધરીએ કરેલા બદલીના હુકમો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રદ્દ કરી દીધા છે. સંજય શ્રીવાસ્તવ રજા ઉપર હતા તે સમયે અજય ચૌધરીને ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સોંપાયો હતો. તે સમયે અજય ચૌધરીએ ત્રણ બદલી ઓર્ડર પાસ કર્યા હતા.બાદમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રજા પરથી પરત ફર્યા હતા.અજય ચૌધરીએ કરેલા બદલીના હુકમો ની વાત તેમના ધ્યાને આવતાં ફક્ત 10 દિવસમાં જ બદલીના ઓર્ડર રદ્દ કરી દીધા છે.

અમદાવાદ શહેર પોલીસમાં શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની રજાઓ ભારે ચર્ચામાં રહી હતી. ચર્ચાનું કારણ સંજય શ્રીવાસ્તવ રજા પર જતાં તેની જગ્યાએ થોડા દિવસ માટે બનેલા પોલીસ કમિશનર અજય ચૌધરીએ વચગાળાની કામગીરી સંભાળી હતી.તો બીજી તરફ મુખ્ય પોલીસ કમિશનર રજા પર જતાં જ ચાર્જમાં આવા પોલીસ કમિશ્નરે પોલીસ વિભાગને લગતા અનેક કામ યુદ્ધના ધોરણે હાથ પર લીધા તેના કારણે ન થવી જોઇએ તેવી ચર્ચાઓ પણ પોલીસબેડામાં શરૂ થઈ હતી.

અજય ચૌધરી ના કેટલાક નિર્ણયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા..તો બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો ગજગ્રાહ તો બીજી તરફ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ અમદાવાદમાં પણ પોલીસકર્મીઓની અચાનક બદલીઓથી ચર્ચાઓ થઈ રહી છે. પોલીસકર્મીઓની બદલી 25 થી 30 કિલોમીટર દૂર દૂર કરવામાં આવી છે.ત્યારે પોલીસ બદલી પર શંકા થઈ રહી છે.

Next Story