Connect Gujarat
અમદાવાદ 

Covid-19 : રાજ્યમાં આજે 179 નવા પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 179 નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.

Covid-19 : રાજ્યમાં આજે 179 નવા પોઝિટિવ કેસ નોંધાયા
X

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 179 નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં નોંધાતા નવા કેસની વચ્ચે અમદાવાદ શહેર માટે ચિંતાનજક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં આજે કોરોના વાયરસના નવા 61 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 2 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદ શહેરમાં આજે 16539 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યના મહાનગરોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 61 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત કોર્પોરેશનમાં 20 કેસ નોંધાયા છે. રાજ્યમાં અચાનક કેસમાં વધારો થતા લોકોમાં ચિંતા છે. રાજ્યમાં આજે 34 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા છે. બીજી તરફ 34 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,232 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.68 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2 મોત થયા છે. આજે 81,926 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 61, સુરત કોર્પોરેશન 20, આણંદ 18, વડોદરા કોર્પોરેશનમાં 14, સુરત કોર્પોરેશન 13, સુરત 9, નવસારી 5, બનાસકાંઠા 4, ખેડા 4, જૂનાગઢ 3, કચ્છ 3, વલસાડ 3, અમદાવાદ 2, અમરેલી 2, ભરુચ 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશન 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, રાજકોટ 2, વડોદરા 2, ભાવનગર કોર્પોરેશન 1, દાહોદ 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, મહેસાણા 1 અને સુરેન્દ્રનગરમાં 1 નવો કેસ નોંધાયો હતો.

Next Story