Connect Gujarat
અમદાવાદ 

ગાંધીનગર : સીએમ ભુપેન્દ્ર પટેલે વહેલી સવારે પંચદેવ મંદિર પહોંચી વિશેષ પૂજા કરી

ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં અને અડાલજના ત્રિમંદિરમાં દર્શન કર્યા છે

ગાંધીનગર : સીએમ ભુપેન્દ્ર પટેલે વહેલી સવારે પંચદેવ મંદિર પહોંચી વિશેષ પૂજા કરી
X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ વિક્રમ સંવત 2078 ના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં અને અડાલજના ત્રિમંદિરમાં દર્શન કર્યા છે.

ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા સૌ ગુજરાતી પરિવારોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, આ વર્ષ સૌની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી પ્રભુ પ્રાર્થના કરી છે.


મુખ્યમંત્રીએ સૌ સમાજ વર્ગોની શક્તિ ક્ષમતા ઉજાગર કરીને સૌના સહયોગથી આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ કરવા પણ નૂતન વર્ષે આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી સાથે પંચદેવ મંદિર દર્શનમાં રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગાંધીનગરના મેયર હિતેશ તેમજ મહાનગરના કોર્પોરેટરો, શહેર ભાજપ પ્રમુખ રુચિર તેમજ અગ્રણીઓ જોડાયા હતા. અડાલજ ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રીને દાદા ભગવાન પરિવારના અગ્રણીઓએ આવકાર્યા હતા. પંચદેવ મંદિર અને ત્રિમંદિર પરિસરમાં ઉપસ્થિત નાગરિકો નગરજનોને પણ મુખ્યમંત્રીએ સાલ મુબારક પાઠવ્યા હતા.

Next Story
Share it