Connect Gujarat
અમદાવાદ 

ગુજરાત : નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળતા પૂર્વે દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને નમન કર્યા

ગુજરાત : નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળતા પૂર્વે દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને નમન કર્યા
X

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવારે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ વિધિવત પદભાર સંભાળ્યો હતો. ભુપેન્દ્ર પટેલ રાજભવનથી સીધા જ સ્વર્ણિમ સંકુલ-૧ માં મુખ્યમંત્રી કાર્યાલય પહોચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતા પૂર્વે શ્રદ્ધાપૂર્વક દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિ પુષ્પ અર્પણ કરી નમન કર્યા હતા.

આ અવસરે ઉપસ્થિત રહેલા દાદા ભગવાન પરિવારના અનુયાયી સ્વજનો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે પણ સ્તુતિ મંત્ર ગાન શ્રદ્ધાપૂર્વક કર્યુ હતું અને દાદા ભગવાનના ચરણોમાં નમન કરી મુખ્યમંત્રી તરીકેનો વિધિવત પદભાર સંભાળ્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલય પરિવારના અધિકારીઓ-કર્મયોગીઓને ભુપેન્દ્ર પટેલને મળીને તેમના નેતૃત્વ, દિશા દર્શન માં રાજ્ય ની વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવામાં યોગદાન આપવાની નેમ વ્યક્ત કરી હતી રાજકીય ક્ષેત્રે ઘણા વર્ષોથી સક્રિય અને સહુની સાથે તાલમેલથી ચાલતા ભૂપેન્દ્રભાઈ, તેમના પરમ પૂજ્ય દાદા ભગવાન માટેના અનન્ય ભક્તિ ભાવ ને કારણે વિધાનસભા વિસ્તારમાં "દાદા" તરીકે પણ ઓળખાય છે, ગઈ કાલે સીએમ તરીકે તેમનું નામ જાહેર થતા અડાલજમાં નિર્મિત પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રરૂપિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર દર્શન માટે પધાર્યા હતા. અહીં તેમણે વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી, પરમ પૂજ્ય દાદા ભગવાન તેમજ અન્ય દેવ-દેવીની પ્રતિમા ને ભાવપૂર્વક વંદન કરીને આશિષ મળ્યા હતા

Next Story