Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: મેઘરાજા હવે તો મહેર વરસાવો ! ગુજરાતમાં 41 ટકા વરસાદની ઘટ

રાજ્યમાં સિઝનના 41 ટકા જેટલા વરસાદની હજુ ઘટ, 76 ડેમમાં 20 ટકાથી ઓછા પાણી.

X

રાજયમાં આ વર્ષે અત્યાર સુધી 41 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. વરસાદ નહીં વરસતા કુલ 76 ડેમમાં 20 ટકા કરતા પણ ઓછા પાણી છે ત્યારે ગુજરાત પર જળ સંકટ તોળાય રહયું છે.

સમગ્ર રાજ્યમાં સિઝનના 41 ટકા જેટલા વરસાદની ઘટ હજુ પણ જોવા મળી રહી છે ત્યારે ફરી એકવાર વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા પણ સેવાઈ રહી છે. રાજ્યના 76 ડેમમાં 20 ટકાથી ઓછુ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે ઉપરવાસમાં વરસાદ થતા છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં પણ 20 સે.મી જેટલો વધારો થયો છે. જ્યારે બીજી બાજુ રાજ્યના અન્ય ડેમની વાત કરવામાં આવે તો 37 ડેમમાં 10 ટકાથી ઓછું પાણી છે જયારે 39 ડેમમાં 20 ટકાથી ઓછા પાણી છે.

જ્યારે અમદાવાદમાં હજુ 55 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસમાં 8 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે જેમાં ગુજરાતમાં જે વરસાદની ઘટ જોવા મળી રહી છે તે ઓછી થઈ શકે છે. આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ સારો વરસાદ પડશે. 7,8,9 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, મહેસાણા, પાટણ, રાજકોટ, મોરબી, દ્વારકા, ગીર, અમદાવાદ વગેરે જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

Next Story