Connect Gujarat
અમદાવાદ 

અરે બાપ રે.. અમદાવાદથી શ્રીનગર ફ્લાઈટના રૂ. 35 હજાર, વાંચો દિવાળી વેકેશનમાં ફ્લાઇટના ચાર્જિસમાં કેટલો વધારો

ફ્લાઈટના ભાડા 3 ગણા સુધી વધી ગયા છે. અમદાવાદ-શ્રીનગરમાં રેગ્યુલર ભાડું 12 થી 15 હજાર ને બદલે 35 હજારથી 40 હજાર પહોંચી ગયું છે

અરે બાપ રે.. અમદાવાદથી શ્રીનગર ફ્લાઈટના રૂ. 35 હજાર, વાંચો દિવાળી વેકેશનમાં ફ્લાઇટના ચાર્જિસમાં કેટલો વધારો
X

દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ફરવા જવાનું પ્લાનિંગ કરી લીધું છે, જેના કારણે ફ્લાઈટના ભાડા 3 ગણા સુધી વધી ગયા છે. અમદાવાદ-શ્રીનગરમાં રેગ્યુલર ભાડું 12 થી 15 હજાર ને બદલે 35 હજારથી 40 હજાર પહોંચી ગયું છે. જ્યારે માલદિવમાં 36 હજાર, દુબઈનું 45 હજાર અને ગોવાનું ભાડું 18 હજાર થયું છે.

રાજ્યના પર્યટન સ્થળો ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યો માટે લોકોએ બુકિંગ કરાવ્યું છે. ગોવા સહિત ઉત્તર ભારતના પર્યટન સ્થળોએ જવા માટે પણ લોકોનો ધસારો જોવા મળ્યો છે. મધ્યપ્રદેશના ટૂરિસ્ટ સ્થળોએ જવા માટે પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકોને સતત ધસારાના પગલે અમદાવાદથી ગોવા અને અન્ય ટૂરિસ્ટ સ્થળોએ જવા માટે અત્યારથી જ ફ્લાઈટના ભાડા બેથી ત્રણ ગણા વધી ગયા છે. જ્યારે ગુજરાતના ટુરિસ્ટ સ્થળો લગભગ હાઉસફુલ થઈ ગયા હોવાનું ટૂર ઓપરેટર જણાવ્યું હતું.દિવાળીના તહેવારો દરમિયાન 1 નવેમ્બરથી લગભગ એક સપ્તાહ દરમિયાન ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ રણોત્સવ, દ્વારકા, સોમનાથ, દીવ, સાસણ ગીર જેવા ટૂરિસ્ટ સ્થળો હાઉસફુલ થઈ ગયા છે. આ તમામ સ્થળોએ જવા માટે મોટાભાગના લોકો ખાનગી વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે.

એજ રીતે નજીકના અન્ય સ્થળોમાં રાજસ્થાન જોધપુર, જેસલમેર, ભરતપુર, કુંભલગઢ, ઉદયપુર, માઉન્ટ આબુ જેવા સ્થળો ની ડિમાન્ડ વધુ છે, જ્યાં રોડ કનેક્ટિવિટી ખૂબ સારી હોવાથી લોકોએ પર્સનલ વાહન દ્વારા ફરવા જવાનું આયોજન કર્યું છે. એમપીના પંચમઢી, કાન્હા, જબલપુર, ખજુરાહો જેવા સ્થળોની સાથે પૂર્વોત્તર રાજ્યો આસામના ગુવાહાટી, કાઝીરંગા નેશનલ પાર્ક, મેઘાલયમાં શિલોંગ, ચેરાપુંજી તેમજ અરૂણાચલ પ્રદેશમાં તવાંગ, ભાલૂપોંગ સહિત અન્ય સ્થળો માટે મોટી સંખ્યામાં લોકોએ બુકિંગ કરાવ્યું છે.

Next Story